Devbhumi Dwarka News : જામખંભાળીયાના જામ કલ્યાણપુરના ,સતાપર ગામમાં પતિ પત્નીએ સજોડેઆપઘાત કરી લેતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. ખેતમજુરી કરતા આ દંપતીએ સજોડે જીવન ટુંકાવ્યું હતું. તપાસમાં મહિલાનું નામ 36 વર્ષીય ઉષાબેન અને તેમના પતિનું નામ દિનેશ સુકાભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે.
આ આદિવાસી યુગલે ઝેરી દવા પી લઈને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ દંપતીએ અગમ્ય કારણોસર જીવન સંકેલી લેતા ખળભળાટ મચી ગયો છે. આ દંપતી બારડોલી તાલુકાના મોવાછી ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
કલ્યાણપુર પોલીસે આ પતિ પત્નીના આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે. બીજીતરફ બન્નેના મૃતદેહ જામ ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જાફરાબાદના બાબરકોટ ગામ નજીક કચરાનું રિસાયક્લિંગ કરતા કારખાનામાં વિકરાળ આગ
આ પણ વાંચો: દક્ષિણ કોરિયાના જંગલોમાં આગનું તાંડવ, 1300 વર્ષ જૂનો બૌદ્ધ મઠ બળીને રાખ, અત્યાર સુધીમાં 18ના મોત