Breaking News: અમરેલી (Amreli) જિલ્લાના જાફરાબાદ (Jafrabad)ના બાબરકોટ ગામ નજીક એક ખાનગી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આગ ગંભીર સ્વરૂપ ધારણ કરતાની સાથે જ ફાયર બ્રિગેડની 7 ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.જાફરાબાદના બાબરકોટ ગામ નજીક કચરાના રિસાયક્લિંગ ફેક્ટરીમાં લાગેલી આગ ગંભીર સ્વરૂપ ધારણ કર્યા બાદ, મામલતદાર સહિત જાફરાબાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલમાં રાજુલા, જાફરાબાદ નગરપાલિકા, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્સ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સહિતના ઉદ્યોગોના ફાયર ફાઇટર આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, આ આગથી ફેક્ટરીમાં ભારે નુકસાન થવાની આશંકા છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આગની ઘટના બની હતી. જાફરાબાદના બાબરકોટ ગામ પાસે એક ખાનગી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. કોઈ કારણોસર ગાર્બેજ રિસાયક્લિંગ પ્લાન્ટમાં આગ ફાટી નીકળી છે. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગની ઘટનાને લઈને મામલતદાર અને જાફરાબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્સ કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની અને અન્ય ઉદ્યોગોના ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ પર સતત પાણી રેડવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડની કુલ 7 ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. આગના કારણે કારખાનામાં મોટું નુકસાન થવાની આશંકા છે. આગનું કારણ હજુ તપાસ હેઠળ છે.
આ પણ વાંચો:અમરેલીમાં પિતાએ જ પુત્રી પર ગુજાર્યો બળાત્કાર, લાલબત્તી સમાન ઘટના
આ પણ વાંચો:અમરેલીના દરેડ ગામે 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું