Surat News/ BCA સેમ-2ની પરીક્ષામાં બે વાર ખોટા પેપર અપાયા, વિદ્યાર્થીઓમાં ઉભી થઇ મૂંઝવણ

ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન કરે તે માટે પણ બાહેધરી લેવામાં આવી

Gujarat Top Stories Surat

Surat News : સુરતમાં  BCA સેમ-2ની પરીક્ષામાં બે વાર ખોટા પેપર અપાયા હતા. આમ સુરતમાં VNSGUની ફરી ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં પરીક્ષાના એક નહિ પણ 2 વાર ઓનલાઇન ખોટા પેપર મોકલી દીધા હતા.CA સેમ-2નું પ્રોગ્રામિંગનુ પેપર હતું, જેમાં એજન્સીની ગંભીર બેદરકારીને લઇને વિદ્યાર્થીઓએ અટવાવું પડ્યું. ખોટા પેપરના કારણે એક કલાક પરીક્ષા મોડી શરૂ થઈ હતી. 2 ખોટા પેપર બાદ ત્રીજી વાર પેપર મોકલવામાં આવ્યુ હતું.

આ ઘટના બાદ VNSGUની ઓનલાઇન પેપર સિસ્ટમ સંપૂર્ણ પણે ફેલ ગઈ છે તેવી ચર્ચા ઉઠી છે.VNSGUના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ આ ઘટનાને લઇને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કેયુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પેપર ડિસ્પ્લેની સિસ્ટમ રાખવામાં આવી છે. અલગ અલગ ત્રણ જેટલા પેપરો બનાવવામાં આવે છે. તેમણે કહ્યું કે આ ગંભીર બેદરકારી એજન્સીની છે. ઓનલાઇન પેપર ખોલતા પહેલા કોડ જનરેટ કરાય છે, ત્રણ વખત કોડ આપ્યા બાદ પેપર સાચું ખુલ્યું હતું.

તેમણે કહ્યું કે પેપર કાઢનાર એજન્સીને 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન કરે તે માટે પણ બાહેધરી લેવામાં આવી છે સાથે જ તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને વધારાનો સમય ફાળવી દેવાતા કોઈ મુશ્કેલી પડી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની GLS યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે કરી બિભત્સ માંગણી, સ્ક્રિન શોટ્સ વાયરલ

આ પણ વાંચો:અમરેલીમાં પિતાએ જ પુત્રી પર ગુજાર્યો બળાત્કાર, લાલબત્તી સમાન ઘટના

આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિ. પ્રોફેસર સામે 5 વિદ્યાર્થિનીઓએ કર્યા આક્ષેપો