@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ-બનાસકાંઠા
ડીસાની મુકબધિર બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવતા પરિવાર સહિત ડીસાવાસીઓના કાળજા કંપી ઉઠયા છે. ત્યારે ડીસાના ધારાસભ્ય અને આગેવાનોએ ગૃહ મંત્રીને બાળકીની હત્યાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર હત્યારાને ફાંસીની સજા આપવા રજુઆત કરી હતી.
#CoronaUpdate: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોધાયા 1126 નવા કેસ……
ડીસા શહેરના પોશ વિસ્તારમાં રહેતાં ફોઇના દિકરાએ સગા મામાની મુકબધિર બાળકી સાથે કુકર્મ આચરી ભાઇ-બહેનના પવિત્ર બંધનને કંલકિત કર્યું છે. હત્યારાએ પોતાનું પાપ છુંપાવવા બાળકીનું ગળું કાપી ધડથી અલગ કરી નાખતાં સૌ કોઇના દિલ કંપી ઉઠ્યાં છે.તેમાં પણ મહિલા આયોગના સભ્ય રાજુલબેન દેસાઈએ તાંત્રિક વિધિની આશંકા વ્યક્ત કરતા હર કોઈના હૈયા હચમચી ઉઠ્યા છે. ત્યારે આ બાબતે ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને આગેવાનોએ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળીને મુકબધિર બાળકીની હત્યા કેસમાં સ્પેશ્યલ ટીમ દ્વારા તપાસ અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ક્રુરતા પૂર્વક હત્યા કરનાર હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. ગૃહ મંત્રીએ આ તમામ માંગ સ્વીકારી અને આરોપીને કડક સજા આપવાની ખાત્રી આપી હતી.
World / ફીજીમાં ચીનની દાદાગીરી, તાઇવાનના રાજદૂત ઘાયલ, તણાવ ચરમસીમાએ……
Maharastra / રાજ્યપાલ કોશિયારીની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે પાઠવી નોટિસ
Diwali vacation / શિક્ષકો માટે સારા સમાચાર, હવે આટલા દિવસનું મળશે દિવાળી વેકેશન
