Not Set/ વડોદરામાં મહાનગર પાલિકાની તિજોરી ખાલી કરવાનું ષડયંત્ર આવ્યુ સામે

વડોદરામાં મહાનગર પાલિકાની તિંજોરીને ખાલી કરવાનું શું વ્યવસ્થિત ષડયંત્ર કોર્પોરેશનમાં ચાલી રહ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. આર્થિક રીતે પાયમાલ પાલિકાને વધુ બરબાદ કરવાના આ ષડયંત્રમાં કોર્પોરેશનનાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો તેમજ રાજકારણીયો શામિલ હોવાનુ સામે આવી રહ્યુ છે. પાલિકાને લૂટવાનું આ આખુ ષડયંત્ર આર્બિટ્રીશનનાં કાયદાકીય કેસો મારફતે ચાલી રહ્યુ છે જેમા શેહરનાં વિકાસનાં વિવિધ કામો કરતા […]

Gujarat Vadodara

વડોદરામાં મહાનગર પાલિકાની તિંજોરીને ખાલી કરવાનું શું વ્યવસ્થિત ષડયંત્ર કોર્પોરેશનમાં ચાલી રહ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. આર્થિક રીતે પાયમાલ પાલિકાને વધુ બરબાદ કરવાના આ ષડયંત્રમાં કોર્પોરેશનનાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો તેમજ રાજકારણીયો શામિલ હોવાનુ સામે આવી રહ્યુ છે. પાલિકાને લૂટવાનું આ આખુ ષડયંત્ર આર્બિટ્રીશનનાં કાયદાકીય કેસો મારફતે ચાલી રહ્યુ છે જેમા શેહરનાં વિકાસનાં વિવિધ કામો કરતા કોન્ટ્રાક્ટરોનાં કામમાં ખામી કાઢી પહેલા તેનુ પેમેન્ટ અટકાવી દેવામાં આવે છે અને ત્યારબાદ અધિકારીઓ સાથેની મીલી ભગતથી પ્લાનિંગ કરી કોન્ટ્રાક્ટર પોતાના પેમેન્ટ માટે પાલિકાને કોર્ટમાં લઇ જાય છે. કોન્ટ્રાક્ટર પાલિકા પર આર્બિટ્રેશનનો કેસ કરે છે જેમા કોન્ટ્રાક્ટરો જીતી જાય છે અને ત્યારબાદ કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને વ્યાજ સહિત કરોડો રૂપિયા ચુકવવાનો વારો આવતો હોય છે. અત્યારે પાલિકામાં આવા 22 કેસો ચાલી રહ્યા છે. જેમા પાલિકાની નજીકનાં ભવિષ્યમાં કોન્ટ્રાક્ટરનો 150 કરોડ રૂપિયા જેટલી રકમ ચુકવવી પડવાનો વારો આવવાનો નક્કી છે.

આ વિશે કોંગ્રેસનાં કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ કહ્યુ કે, આ વડોદર શહેરની બગડતી જતી આર્થિક પરિસ્થિતિ માટે જવાબદાર છે. આજે વડોદરા કોર્પોરેશન કંગાળ હાલતમાં આવી ગઇ હોય તો ઇજારદાર અને આ કોર્પોરેશનનાં વહીવટી તંત્રનાં અધિકારીનાં કારણે છે. 21 જેટલા આર્બિટેશનનાં કેસો ચાલે છે, જેનો આંકડો લગભગ 60 કરોડ કરતા વધારે થવા જાય છે. તે આજે છેલ્લા આઠ-દસ વર્ષથી ચાલતા આવ્યા છે. કોર્પોરેશનનાં ઇતિહાસમાં આજ દિન સુધી એક પણ આર્બિટેશનનો કેસ કોર્પોરેશન જીત્યુ નથી. તેના ફેવરમાં નિર્ણય આવ્યો નથી.

કોરર્પોરેશનમાં ચાલી રહેલા ષડયંત્ર વિશે એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યુ કે, કોર્પોરેશનનાં રાજકારણીઓ હોય, અધિકારીઓ હોય કે કોન્ટ્રાક્ટર હોય બધા ભેગા મળીને આ આર્બિટેશનનાં નામે એક રકમ ચુકવડાવી દે છે અને પછી બધા વહેચી લેતા હોય છે. તેમણે વધુમાં કહ્યુ કે, આર્બિટેશન એટલે શું, એક મધ્યસ્થી. કોઇ પણ કોન્ટ્રાક્ટ થયા અને તેમા નક્કી કરાયેલા નિયમો મુજબ કોન્ટ્રાક્ટરને ફેસિલિટી ન આપી હોય એટલે પહેલા જ દિવસથી એવા કાગળ કોર્પોરેશનનાં એન્જિનિયરો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે તૈયાર કરવામાં આવતા હોય કે આર્બિટેશનમાં જાય અને આર્બિટેશનમાં કોન્ટ્રાક્ટરની જ જીત થાય.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.