Amreli News/ અમરેલીમાં પિતાએ જ પુત્રી પર ગુજાર્યો બળાત્કાર, લાલબત્તી સમાન ઘટના

આ ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.

Top Stories Gujarat Others

Amreli News: અમરેલી (Amreli)ના બગસરા પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પિતાએ 11મા ધોરણમાં અભ્યાસ કરતી પોતાની સગીર પુત્રી પર બળજબરીથી બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. એટલું જ નહીં, એવો આરોપ છે કે તેણે પુત્રી પર હુમલો પણ કર્યો હતો.

દિનપ્રતિદિન સગીરાઓ બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અમરેલી જીલ્લાના બગસરામાં એક ખાનગી કંપનીના ચોકીદાર પિતા દ્વારા પોતાની પુત્રીની ગરિમા છીનવવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફરિયાદીની પુત્રીના જણાવ્યા મુજબ, આરોપી પિતા છેલ્લા એક મહિનાથી આ કૃત્ય કરી રહ્યો હતો. પિતા 11મા ધોરણમાં ભણતી તેની પુત્રીને રહેણાંક મકાનના અલગ અલગ રૂમમાં લઈ ગયો અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીર પુત્રીએ આરોપી પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જે એક ખાનગી કંપનીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે.

આ બાબતથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના 7-8 દિવસ પહેલા, અમરેલી શહેરની એક પ્રાથમિક શાળામાં એક શિક્ષકે એક વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં પણ પીડિતાને દારૂ પીવડાવીને બળાત્કારનો આરોપ લાગ્યો હતો. અમરેલી જિલ્લામાં બળાત્કાર અને છેડતીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હવે, બાળકો અને સગીરો વાસનાની હદ વટાવીને થતી ઘટનાઓનો ભોગ બન્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આવા કિસ્સાઓ અમરેલી જિલ્લામાં લાલબત્તી જેવા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. આ ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના નેતાએ 5 મહિલાઓ પર ગુજાર્યો બળાત્કાર

આ પણ વાંચો:પુણેમાં બસ ડેપો પર બળાત્કારના આરોપી પર એક લાખનું ઈનામ

આ પણ વાંચો:પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા