Not Set/ વરિષ્ઠ વકીલ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન

જાણીતા વકીલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે અવસાન થયું છે. રાષ્ટ્રીય જનતા દળનાં રાજ્યસભાનાં સાંસદ જેઠમલાણી છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. રામ જેઠમલાણી અટલ બિહારી વાજપાઇ સરકારમાં દેશનાં કાયદા, ન્યાય અને કંપની અફેયર મંત્રી રહ્યા હતા. જેઠમલાણીની ગણતરી દેશનાં અગ્રણી ક્રિમિનલ વકીલોમાં થાય છે. આરજેડી પહેલા તેઓ ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ હતા. […]

Top Stories India

જાણીતા વકીલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે અવસાન થયું છે. રાષ્ટ્રીય જનતા દળનાં રાજ્યસભાનાં સાંસદ જેઠમલાણી છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. રામ જેઠમલાણી અટલ બિહારી વાજપાઇ સરકારમાં દેશનાં કાયદા, ન્યાય અને કંપની અફેયર મંત્રી રહ્યા હતા. જેઠમલાણીની ગણતરી દેશનાં અગ્રણી ક્રિમિનલ વકીલોમાં થાય છે. આરજેડી પહેલા તેઓ ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ હતા.

જેઠમલાણી છઠ્ઠી અને સાતમી લોકસભામાં, તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર મુંબઈથી બે વખત ચૂંટણી જીત્યા હતા. બેબાક નિવેદનો માટે જાણીતા જેઠમલાણીને બાદમાં કોઇ વિવાદિત નિવેદનનાં કારણે ભાજપ દ્વારા બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે લખનઉથી અટલ બિહારી વાજપાઇ સામે 2004 ની ચૂંટણી લડી હતી પરંતુ તેઓને હારનો સામનો કરનો પડ્યો હતો. 7 મે 2010 નાં રોજ, તેઓ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનાં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. જેઠમલાણી દેશનાં સૌથી મોંઘા વકીલોમાં હતા.

રામ જેઠમલાણીએ લગભગ 7 દાયકા સુધી વકાલતની પ્રેક્ટિસ કરી. જેઠમલાણીએ ચારા કૌભાંડનાં આરોપી લાલુ પ્રસાદ યાદવ, જેસિકા લાલ મર્ડર કેસ, 2 જી કૌભાંડ કેસ અને આસારામ કેસથી લઈને રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીની હત્યાનાં કેસ લડ્યા હતા. આ સિવાય તેમણે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં પણ અમિત શાહની હિમાયત કરી છે.

14 સપ્ટેમ્બર 1923, સિંધ, જેમનો પાકિસ્તાનમાં જન્મ થયો હતો, ભાગલા પડ્યા તે વખતે તેઓ ભારત આવ્યા હતા. જેઠમલાણી, 13 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કરનાર જેઠમલાણીએ માત્ર 17 વર્ષની ઉંમરમાં જ તે સમયે વકાલતની ડિગ્રી  મેળવી હતી જ્યારે વકાલત કવા માટે 21 વર્ષની ઉંમર જરૂરી હતી. બાદમાં જેઠમલાણી માટે એક વિશેષ ઠરાવ પાસ કરી આ ઉંમર સીમાને ઘટાડીને 18 વર્ષ કરવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.