Not Set/ ICC World Cup – SL vs AFG : ધમાકેદાર શરૂઆત બાદ શ્રીલંકાનાં બેટ્સમેનોનો ધબડકો

વિશ્વ કપની 7મી મેચ મંગળવારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે કાર્ડિફનાં સોફિયા ગાર્ડન્સમાં ભારતનાં સમય મુજબ બપોરનાં 3 વાગ્યે શરૂ થઇ હતી. આપને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનની ટીમ તેનો પહેલો વિશ્વ કપ રમી રહી છે. આ પહેલા અફઘાનિસ્તાનની ટીમ વિશ્વ કપ રમી ચુકી નથી. વિશ્વ કપમાં પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર મળ્યા બાદ આજે શ્રીલંકા […]

Top Stories Sports

વિશ્વ કપની 7મી મેચ મંગળવારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે કાર્ડિફનાં સોફિયા ગાર્ડન્સમાં ભારતનાં સમય મુજબ બપોરનાં 3 વાગ્યે શરૂ થઇ હતી. આપને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનની ટીમ તેનો પહેલો વિશ્વ કપ રમી રહી છે. આ પહેલા અફઘાનિસ્તાનની ટીમ વિશ્વ કપ રમી ચુકી નથી. વિશ્વ કપમાં પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર મળ્યા બાદ આજે શ્રીલંકા ક્રિકેટ ટીમ તેની બીજી મેચ અફઘાનિસ્તાન સામે રમી રહી છે. અફઘાનિસ્તાનનાં કેપ્ટન ગુલાબદીન નાઇબે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી, જયારે શ્રીલંકાની ટીમમાં નુવાન પ્રદીપ જીવન મેન્ડિસની જગ્યાએ રમી રહ્યો છે.

શ્રીલંકાની ટીમ પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડની સામે કઇ ખાસ કરી શકી નહોતી. શ્રીલંકા તરફથી માત્ર કેપ્ટન દિમુથ કરૂણારત્ને જ થોડા રન બનાવવામાં સફળ રહ્યો હતો. ત્યારે અફઘાનિસ્તાનની ટીમની સૌથી મોટી તાકાત તેની બોલીંગ છે. ટીમમાં મેચ વિનર બોલરો છે. જેનો પરિચય બોલરોએ શ્રીલંકા સામેની મેચમાં આપ્યો હતો.

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર વરસાદનાં કારણે મેચમાં ખલેલ પડ્યો છે. આ પહેલા શ્રીલંકાનો સ્કોર 8 વિકેટનાં નુકસાને 182 સુધી પહોચ્યો છે.

તાજેતરની શ્રીલંકાની ટીમનો બોલીંગ ડિપાર્ટમેન્ટ પહેલા કરતા ઘણો નબળો છે. ટીમનો સૌથી અનુભવી બોલર લસીથ મલિંગા ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે. અન્ય બોલરોમાં થિસારા પરેરા, નુવાન પ્રદીપ પણ કોઇ ખાસ પ્રભાવ છોડવામા અસફળ રહ્યા છે. જો શ્રીલંકાની ટીમને આ મેચમાં જીત મેળવવી હોય તો આ દરેક બોલરોને સારુ પ્રદર્શન કરવુ પડશે.

બેટ્સમેન R B 4 6 SR
દિમુથ કરૂણારત્ને

કેચ નજીબુલ્લાહ જાદરાન બોલ મોહમ્મદ નબી

30 45 3  0 66.67
કુશલ પરેરા

કેચ મોહમ્મદ શહજાદ બોલ રાશિદ ખાન

78 81 8 0 96.30
લહિરુ થિરામાને

બોલ મોહમ્મદ નબી

25 34 1 0 73.53
કુશલ મેંડિસ

કેચ રહમત શાહ બોલ મોહમ્મદ નબી

2 2 0 0 100.00
એન્જેલો મેથ્યુજ

કેચ રહમત શાહ બોલ મોહમ્મદ નબી

0 2 0 0 00.00
ધનંજય ડિસિલ્વા

કેચ મોહમ્મદ શહજાદ બોલ હમિદ હસન

0 4 0 0 00.00
થિસારા પરેરા

રન આઉટ હશ્મતુલ્લાહ શાહિદી

2 4 0 0 50.00
ઇસુરુ ઉડાના

બોલ દૌલત જાદરાન

10 21 0 1 47.62
સુરંગા લકમલ 2 4 0 0 50.00
લસિથ મલિંગા 0 4 0 0 00.00

શ્રીલંકાએ 20 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 139 રન કર્યા છે. આ ધમાકેદાર શરૂઆત બાદ શ્રીલંકાની ટીમ લથડીયા ખાતા એક પછી એક વિકેટો ગુમાવી હતી. શ્રીલંકા તરફથી એક માત્ર કુશલ પરેરાએ અડધી સદી ફટકારી હતી. કુશલ પરેરાએ 81 બોલમાં 8 ચોક્કાની મદદથી 78 રન બનાવ્યા હતા.

https://twitter.com/cricketworldcup/status/1135861127093596160

શ્રીલંકા

 લાહિરુ થિરિમાને, દમુથ કરુણારત્ને(કેપ્ટન), કુશલ પરેરા(વિકેટકીપર), કુશલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુજ, ધનંજયા ડી સિલ્વા, થિસારા પરેરા, ઇસુરુ ઉડાના, નુવાન પ્રદિપ, સુરંગા લકમલ, લસિથ મલિંગા.

અફઘાનિસ્તાન

મોહમ્મદ શહજાદ(વિકેટકીપર), હઝરતુલ્લાહ જાજઈ, રહમત શાહ, હશ્મતુલ્લાહ શાહિદી, મોહમ્મદ નબી, ગુલબદીન નાઇબ(કેપ્ટન), નજીબુલ્લાહ જાદરાન, રાશિદ ખાન, દૌલત જાદરાન, મુજીબ ઉર રહમાન, હમિદ હસન.