Not Set/ સાંબરકાઠા લોકસભા બેઠક પર દીપસિંહ રાઠોડની જંગી જીત, કાર્યકરોએ વિજયની કરી ઉજવણી

ગુજરાતની 26 બેઠકો હાંસલ કરીને ફરી એક વખત ભાજપે પોતાની શક્તિ બતાવી દીધી. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર દીપસિંહ રાઠોડનો 2.67 લાખ મતોની જંગી જીત પ્રાપ્ત કરતા અરવલ્લી જીલ્લાનાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખુલ્લી જીપમાં દીપસિંહ રાઠોડનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.  આ વિજય સરઘસમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. સાબરકાંઠા લોકસભા […]

Top Stories Gujarat Others

ગુજરાતની 26 બેઠકો હાંસલ કરીને ફરી એક વખત ભાજપે પોતાની શક્તિ બતાવી દીધી. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર દીપસિંહ રાઠોડનો 2.67 લાખ મતોની જંગી જીત પ્રાપ્ત કરતા અરવલ્લી જીલ્લાનાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખુલ્લી જીપમાં દીપસિંહ રાઠોડનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.  આ વિજય સરઘસમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.

સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર દીપસિંહ રાઠોડનો 2.67 લાખ મતોની જંગી બહુમતી મેળવી વિજય થતા સંસદીય મત વિસ્તાર અરવલ્લી જીલ્લાનાં કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ભાજપનો જંગી બહુમતીથી વિજય થતા દીપસિંહ રાઠોડનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જીલ્લામાંથી ભાજપનાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિજયની ઉજવણી કરી હતી. કાર્યકરોનાં ભારે ઉત્સાહ સાથે ખુલ્લી જીપમાં દીપસિંહ રાઠોડનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે સમગ્ર મોડાસા શહેરમાં ફેરવાયું હતું ત્યારે આ વિજય સરઘસમાં ભાજપનાં કાર્યકરોએ નાચ ગાન કરતા વિજયનાં જશ્નની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બોલતા દીપસિંહે જણાવ્યું હતું કે, જીલ્લાનાં સિંચાઈ અને રોજગારનાં પ્રશ્નો એ મારી પ્રાથમિકતા હશે. સાથે તેમણે કાર્યકરો અને મતદારોનો આભાર માન્યો  હતો.

પરિણામ પહેલા શું સ્થિતિ હતી 

સાબરકાંઠા ભાજપમાં ટીકીટ મેળવવાની હોડ ચાલી અને આંતરીક વિવાદ સપાટી પર જોવા મળ્યો હતો, ચરમસીમા પારનો આંતર કલહ અને વિધાનસબામાં ગુમાવેલો જનાધાર ભાજપને સાબરકાંઠામાં કપરા ચઢાણનો સંકેત આપે છે. તે સામે કોંગ્રેસ દ્રારા ઉમેદવાર પસંદગી અને સાત વિધાનસભા સાટોમાંથી ચાર સીટો પર મેળવેલી લીડ સાબરની બેઠક કોંગ્રેસની તરફેણમાં દોરી જાય છે.

આમ ભલે ભાજપ મિશન 26 ને ધ્યાને ક્લિન સ્વીપ મારવા માટે ચાલી રહ્યું હોય પરંતુ આ આઠ બેઠકોની સમીક્ષા અને સોશિયલ એન્જીન્યરીંગ પર નજર કરતા આ બેઠકો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડવા માટે સક્ષમ છે. બાકી તો “ વર ને ગમે તે વહું “ કહેવત મુજબ  સાચા અર્થમાંતો જનતા જનાર્દન જ કિંગ મેઇકર હતી અને રહેશે.