Not Set/ વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમવાર પાકિસ્તાનની જીત પર પાક.મંત્રીએ ઓક્યું ઝેર,ક્રિકેટની જીતને ઇસ્લામની જીત ગણાવી

પાકિસ્તાને પ્રથમ ટી20 મેચમાં દસ વિકેટથી જીત મેળવ્યા બાદ ગૃહમંત્રી શેખ રશીદે ઝેર ઓક્યુ છે

Top Stories World

નબળી બેટિંગ અને નબળી બોલિંગને કારણે ટીમ ઈન્ડિયાએ રવિવારે યુએઈ અને ઓમાનમાં રમાઈ રહેલા ટી 20 વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 10 વિકેટની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત-પાક મેચ બાદ, જ્યારે ભારતમાં દુ:ખનું વાતાવરણ છે, ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં ઉજવણી છે. જો કે, પાકિસ્તાન ટીમની જીત પર, જ્યાં ઇમરાન સરકારના મંત્રી શેખ રશીદને ગર્વ અને ઉજવણી કરવી જોઇએ, પરંતુ તેમની આદતથી મજબુર આવા પ્રસંગે પણ તેઓ ઝેર ઓકી રહ્યા છે. ક્રિકેટમાં જીત અને હાર હોય છે, પરંતુ પાકિસ્તાને ભારત સામે પ્રથમ વખત વર્લ્ડ કપમાં મેચ જીત્યો હોવાથી પાકિસ્તાનના મંત્રી તેને ધર્મના ખૂણાથી જોઈ રહ્યા છે અને યુદ્ધની ભાષા બોલી રહ્યા છે.

 

 

પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે પ્રથમ વખત વર્લ્ડકપમાં ભારત સામેની જીત પર ટિપ્પણી કરી અને ઝેર ઓક્યું છે. પાકિસ્તાને પ્રથમ ટી20 મેચમાં દસ વિકેટથી જીત મેળવ્યા બાદ ગૃહમંત્રી શેખ રશીદે રવિવારે કહ્યું કે ભારતીય મુસ્લિમો સહિત વિશ્વના તમામ મુસ્લિમો ઉજવણી કરી રહ્યા છે. ક્રિકેટની રમતને યુદ્ધની રમત તરીકે રજૂ કરતા તેમણે ભારત સામેની આ જીતને સમગ્ર ઇસ્લામની જીત ગણાવી અને સમગ્ર વિશ્વના મુસ્લિમોને ફતાહ મુબારક કહ્યા.