Valsad News: વલસાડ (Valsad)માં ઉમરગામ (Umargam)માં પરિવારના સામુહિક આપઘાત (Mass Suicide)થી સોળસુંબા ગામમાં ચકચાર મચી ગઈ હતી. સામુહિક અપઘાત કેસમાં પોલીસ તપાસમાં ખુલાસા થયા છે.
વલસાડમાં ઉમરગામમાં સોળસુંબા ગામમાં બાળક સહિત પતિ-પત્નીએ સામુહિક આપઘાત (Suicide) કરી જીવન ટૂંકાવ્યું હતું. સામુહિક આપઘાત કેસમાં નવો જ વળાંક આવ્યો છે. મૃતકની સ્યુસાઈડ નોટ અને મોબાઈલમાં ખુલાસો થયો છે. આર્થિક સંકડામણથી પરિવારે આપઘાત કર્યો હતો. મૃતક શિવમે બુલિયન કંપનીમાં રોકાણ કર્યું હતું. બુલિયન કંપનીનો માલિક પ્રતિસાદ આપતો નહતો. F0X બુલિયનના સંજય પટેલ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતક શિવમના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભરૂચ (Bharuch) નજીકના કવિઠા ગામના એક યુવકે નબીપુરના PI અને બે કોન્સ્ટેબલ દારૂ વેચવા માટે દબાણ કરી રહ્યા હોવાના અનેક આરોપો મૂક્યા બાદ ધુળેટીના દિવસે ઝેર પીને આત્મહત્યા કરી હતી. સ્યુસાઈડ નોટમાં નબીપુર પોલીસ (Nabipur Police) સ્ટેશનના પીઆઈ મુકેશ કે. પરમાર અને બે કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહ અને સંદીપ સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. દારૂના ધંધા માટે તેમને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને પોલીસકર્મીઓ તેમને ઘરે હેરાન કરી રહ્યા હતા. પોલીસે આખરે મૃતક કિર્તનની પુત્રી હિરલની ફરિયાદ પર પીઆઈ એમ.કે.ના નેતૃત્વમાં એક ટીમ બનાવી. પરમાર, કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો (દુષ્પ્રેરણા) કેસ નોંધવામાં આવ્યો હતો.
મહેસાણા (Mahesana)માં ગોજારીયાના એ વન બંગ્લોઝમાં રહેતા અમદાવાદના એજન્ટોએ યુવાનને વિદેશ મોકલ્યા બાદ તેના માતાપિતા પાસેથી ઉઘરાણી કરી ધમકી આપી હતી. પિતાને લાગી આવતા એસિડ પી આપઘાત (Suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. 3 એજન્ટ સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
મહેસાણામાં કબૂતરબાજ એજન્ટોએ વિદેશ જનાર યુવાનના પિતાનો કલોર પકડી જાનથી મારી નાખવાની ધમકી આપતા માતાપિતા હેબતાઈ ગયા હતા. ગોજારીયાના એવન બંગલોઝમાં સમગ્ર ઘટના બનવા પામી હતી. એજન્ટોએ યુવાનને વિદેશ મોકલ્યા બાદ ઉઘરાણી કરી હતી. વિદેશ જનાર યુવાનના પિતાનો કોલર પકડી એજન્ટે છરી બતાવી ધમકી આપી હતી. યુવાનના પિતાને લાગી આવતા એસિડ પી લીધું હતું. યુવાનના પિતા કૌશિક પંચોલીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સારવાર દરમિયાન યુવાનનાં પિતાનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો:ધોળા દિવસે 25 કરોડ રૂપિયાની જ્વેલરી શોરૂમમાં લૂંટ, ઘટના CCTVમાં કેદ, એન્કાઉન્ટરમાં 2 ઠાર
આ પણ વાંચો:બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીને કેટલા વોટ મળ્યા? અરવિંદ કેજરીવાલને સ્પર્ધા આપી
આ પણ વાંચો:યુપીમાં વધુ એક મોટું એન્કાઉન્ટર, 50,000 રૂપિયાનું ઈનામ,આરોપીએ કરી હતી સમગ્ર પરિવારની હત્યા

