મુખ્યમંત્રી નક્કી કરવા માટે ઘાટલોડિયાના ધારાસભ્ય છે. બે નિરીક્ષક મોકલવામાં આવ્યા છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સૌરભ પટેલ કમલમ પહોંચ્યાં છે. હાલમાં કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે.અને ધારાસભ્ધાયની બેઠક પૂર્ણ થઇ અને જાહેરાત થઇ છે. ભૂપેન્દ્ર પટેલનું નામ લેવામાં આવ્યું હતું અને તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા છે તે ઘાટલોડિયાના ધારાસભ્ય છે.
જે નામોની ચર્ચા હતી તેનાથી વિપરીત નામ બહાર આવ્યો છે અને તે નામ ભૂપેન્દ્ર પટેલનો છે. ફરીએકવાર સસ્પેન્શ થીયરી કેન્દ્ર ભાજપે અપનાવી છે,
