Banaskantha News: રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતના ત્રણના મોત થયા છે. રાજસ્થાનના ઉદયપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ ગુજરાતીઓના મોત થયા હતા અને અન્ય ત્રણ ઇજા પામ્યા હતા. આ અકસ્માત ગોગુંદા નજીક પાંચથી વધુ વાહનો સર્જાવવાના કારણે થયો હતો.
ઉદયપુર હાઈવે પર અકસ્માત
આ અકસ્માતમાં ભાભર તાલુકાના ત્રણ લોકોના મોત છે. ઠાકોર સમાજના ત્રણ યુવકોના મોત થવાના કારણે ઠાકોર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેને ઠાકોરે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.
આ અકસ્માતના પગલે તરત જ સ્થાનિકો ઉમટી પડ્યા હતા અને બચાવકાર્યનો આરંભ કર્યો હતો. તેમણે વિવિધ વાહનોમાંથી ઇજાગ્રસ્તોને બહાર નીકળવામાં અને હાઇવે પર બીજા વાહનોને રોકવામાં મદદ કરી હતી. જો સ્થાનિકો મદદે આવ્યા ન હોત તો મૃત્યુઆંક છે તેના કરતાં પણ વધારે હોત તેના કારણે તરત જ ઇજાગ્રસ્તોને 108ની સારવાર મળી હતી અને તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.
સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તરત જ મૃતકોનું પંચનામુ કર્યુ હતુ અને તેમના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. તેમની ઓળખ થવાની સાથે તેમના સગાસંબંધીઓને સોંપી દેવામાં આવશે. તેની સાથે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક પણ ક્લિયર કરાવ્યો હતો. તેથી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત્ થઈ શક્યો હતો. આ બનાવના પગલે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા. તેમણે પણ સ્થાનિકોની સાથે મળીને પીડિતોને મદદ કરી હતી.
આ પણ વાંચો: ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા બનતા મકાન પરથી પટકાતા મજૂરનું મોત
આ પણ વાંચો: અરવલ્લીના તાલુકા કોંગ્રેસ પ્રમુખનું માર્ગ અકસ્માતમાં મોત
આ પણ વાંચો: પાટડી નજીક હિટ-એન્ડ-રનની ઘટના, અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર 3 યુવાનો મોતને ભેટ્યા

