World News/ ઓસ્ટ્રેલિયામાં હુમલા બાદ વિશ્વભરના હનુક્કા તહેવારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે

ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વિશ્વભરના મુખ્ય શહેરોમાં હનુક્કાહના યહૂદી તહેવારની ઉજવણીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

World Trending
Extra security at Hanukkah around the world

ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત બોન્ડી બીચ પર રવિવારે સાંજે બનેલી ભયાનક ગોળીબારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલાને છેલ્લા ત્રણ દાયકામાં સૌથી ઘાતક બંદૂક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે, પરંતુ હવે તેને આયોજિત આતંકવાદી અને યહૂદી વિરોધી હુમલો માનવામાં આવી રહ્યો છે.

જેથી આ હુમલાની ઘટના બાદ, વિશ્વના અનેક મોટા શહેરોમાં હનુક્કાહ તહેવારને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે. બર્લિન, જર્મની બર્લિન પોલીસે બ્રાન્ડેનબર્ગ ગેટ આસપાસ સુરક્ષા વધારી છે. તેમજ ન્યુ યોર્ક, યુએસએ મેયર એરિક એડમ્સે હનુક્કાહ પ્રસંગો દરમિયાન વધારાની સુરક્ષા રાખવાનો આદેશ આપ્યો છે. અને લંડન, યુનાઇટેડ કિંગડમમાં પણ પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે. તેમજ ફ્રાન્સમાં યહૂદી તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા પગલાં વધારવામાં આવ્યા છે.

હનુક્કાહ કેવી રીતે ઉજવવામાં આવે છે

હનુક્કાહ આઠ રાત અને આઠ દિવસ સુધી ઉજવવામાં આવે છે. તેને પ્રકાશનો ઉત્સવ પણ કહેવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ, તે 28 નવેમ્બરથી 27 ડિસેમ્બરની વચ્ચે ગમે ત્યારે આવી શકે છે. નવ શાખાઓવાળી મીણબત્તી (જેને સામાન્ય રીતે મેનોરાહ અથવા હનુક્કિયા કહેવાય છે) પર મીણબત્તીઓ પ્રગટાવીને આ તહેવાર ઉજવવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર શંકાસ્પદ સામૂહિક ગોળીબાર થયો 10 લોકોના મોત, 2000 લોકો હતા હાજર

આ પણ વાંચો: સિડનીમાં દહેશતની વચ્ચે દિલેરી, યુવકે હુમલાખોરને ઝડપ્યો

આ પણ વાંચો:  અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ગોળીબાર: બેના મોત, આઠ ઘાયલ, શૂટર હજુ ફરાર