ઉત્તરપ્રદેશ,
ઉત્તરપ્રદેશમાં લાંબા સમય બાદ બે ‘દુશ્મન’ રાજકારણીઓ એક મંચ પર ભેગા થયા હતા.યુપીના મૈનપુરમાં 24 વર્ષ પછી બસપાના માયાવતી અને સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ આજે એક જ સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા.
અહીં મુલાયમ સિંહ યાદવે સભા સંબોધતા કહ્યું હતું કે, છેલ્લી વાર ચૂંટણી લડી રહ્યો છું. ભારે બહુમતીથી જીતાડી દેજો.મુલાયમ સિંહ યાદવે સભા સંબોધતા કહ્યું કે બહુ વર્ષો પછી હું અને માયાવતીજી એક સ્ટેજ પર છીએ. આ ખૂબ ખુશીની વાત છે.
માયાવતીએ પણ મુલાયમસિંહના વખાણ કરતા કહ્યું કે, મુલાયમ સિંહ જ પછાતોના અસલી નેતા છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદીની જેમ નકલી પછાત વર્ગના નેતા નથી. પછાત વર્ગના નેતા મુલાયમ સિંહ યાદવને તમે જીતાડીને સંસદ મોકલો.
માયાવતીએ આ સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, ગેસ્ટહાઉસ કાંડ પછી પણ સપા અને બસપાનુ ગઠબંધન દેશહિતના કારણે થયુ છે.સાંપ્રદાયિક શક્તિઓને રોકવા સાથે આવ્યા છે.મુલાયમસિંહ યાદવે સમાજના દરેક વર્ગને જોડે રાખ્યો છે.ખાસ કરીને પછાત વર્ગના લોકોને પોતાની સાથે જોડ્યા છે.
