Not Set/ કોંગ્રેસથી છેડો ફાડી પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં જોડાયા, આત્મસન્માન માટે લીધું પગલું

કોંગ્રેસ પક્ષમાં થતા દુર્વ્યવહારથી નારાજ થઇને કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચુતર્વેદી શિવસેનામાં જોડાયા છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેની ઉપસ્થિતિમાં તેમણે પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. Mumbai: Priyanka Chaturvedi and Shiv Sena Chief Uddhav Thackeray at Matoshree pic.twitter.com/B4izOBFqeV — ANI (@ANI) April 19, 2019 કોંગ્રેસની વિરોધી અને ભાજપની સહયોગી પાર્ટી શિવસેનામાં સામેલ થવા પર […]

Top Stories

કોંગ્રેસ પક્ષમાં થતા દુર્વ્યવહારથી નારાજ થઇને કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચુતર્વેદી શિવસેનામાં જોડાયા છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેની ઉપસ્થિતિમાં તેમણે પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું.

કોંગ્રેસની વિરોધી અને ભાજપની સહયોગી પાર્ટી શિવસેનામાં સામેલ થવા પર પૂછાયેલા સવાલ પર તેમણે જણાવ્યું હતું કે તેઓએ આત્મસન્માન માટે પાર્ટી છોડી છે. ટિકિટ વિશે પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે ભલે ઉત્તર પ્રદેશના મથુરાથી તેનું જોડાણ રહ્યું છે અને તેના માતા પિતાનું ઘર છે, પરંતુ તેમણે ક્યારેય મથુરાથી ટિકિટની માંગ નથી કરી.

શિવસેનાને લઇને તેમણે જણાવ્યું કે તેઓનું મનમાં પરિવર્તન નથી આવ્યું. બાળપણથી જ હુ શિવસેના પ્રત્યે સન્માનની લાગણી ધરાવું છું. માત્ર હું જ નહીં પરંતુ દરેક મુંબઇકરના દિલમાં શિવસેના જ રાજ કરે છે. મે 10 વર્ષમાં કોંગ્રેસ પાર્ટી પાસેથી કશુજ નથી માંગ્યું. સેવાભાવથી જોડાઇ હતી. પાર્ટીમાં અપાયેલી દરેક જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવી. મહિલાનું સન્માન મારા માટે મહત્વનો મુદ્દો રહ્યો છે.

અગાઉ આજે સવારે પ્રિયંકા ચર્તુવેદીએ રાહુલ ગાંધીને લેખિતમાં રાજીનામુ આપ્યું હતું.