મંતવ્ય ન્યૂઝ,
ચૂંટણી પ્રચાર માટે હવે ફક્ત થોડા દિવસ બાકી છે ત્યારે જેતપુર માં મહિલા કોંગ્રેસ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ દ્વારા જેતપુરમાં કોઈ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો ના હતો. તેથી આજે મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપની નીતિ રીતિ નો વિરોધ કરતા બેનરો સાથે રેલી કઢાઇ હતી. આ રેલી ભાજપના નોટબંધી, GST અને ખેડૂતોના મુદ્દા સહિતના બૅનરો સાથે જેતપુરના મુખ્ય રસ્તા ઉપર નીકળી હતી.
આ રેલીમાં કોંગ્રેસના પોરબંદર લોકસભા ના ઉમેદવાર લલિત વસોયા પણ જોડાયા હતા. તેઓએ જેતપુરની બજારમાં પ્રત્યેક વ્યક્તિ સાથે હાથ મિલાવીને મળતા હતા. રેલીમાં મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર ને લગતા ખર્ચ માટે ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસી ઉમેદવાર લલિત વસોયાને નોટિસ આપવામાં આવેલ હતી જેમાં લલિત વસોયા દ્વારા ચૂંટણી ખર્ચ તેની મર્યાદા કરતા વધારે ખર્ચ કરી ને ઓછો બતાવવામાં આવેલ હતો. આ બાબતે લલિત વસોયા દ્વારા ચૂંટણી પંચને જવાબ પણ આપી દેવામાં આવ્યો છે.
