Mahesana News: મહેસાણા(Mahesana)ના કડી (Kadi) તાલુકાના ધારાસભ્ય કરશન સોલંકી(Karshan Solanki)નું નિધન થયું છે. MLA કરશન સોલંકી લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. રાત્રે 2.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. 2017 અને 2022માં ચૂંટણીમાં જંગી મતોથી જીત મેળવી હતી. 11 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે.
કરશન સોલંકી પોતાના સરળ સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા. તેઓ સરકારી બસમાં મુસાફરી કરી સાદુ જીવન જીવતા હતા. પોતાના સાદગીભર્યા જીવનના કારણે લોકચાહના મળી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુખ પાઠવ્યું છે. ગુજરાત વિધાનસભાના સભ્ય કરસન સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે.
<
ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…!
ૐ શાંતિ…!!
— Narendra Modi (@narendramodi) February 4, 2025
કરશન સોલંકીના નિધન પર મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, કરશનભાઈનો સરળ, સૌમ્ય સ્વભાવ હંમેશા યાદ રહેશે. તેમનો સાદગીપૂર્ણ વ્યવહાર હંમેશા યાદ રહેશે.
કરશન સોલંકીના અંતિમ દર્શન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. વધુમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ અંતિમ દર્શન કર્યા હતા. પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ, રજની પટેલ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કરશન સોલંકીએ તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન કડી પ્રદેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સતત બે વાર વિધાનસભામાં ચૂંટાયેલા કરશનભાઈ રાજકીય વર્તુળોમાં ‘108’ તરીકે જાણીતા હતા. જે તેમની લોકપ્રિયતા અને કાર્યક્ષમતાનો પુરાવો છે. તેમના નિધનથી ગુજરાતના રાજકારણે એક અનુભવી નેતા ગુમાવ્યા છે.
આ પણ વાંચો:મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું ચોંકાવનારૂં નિવેદન
આ પણ વાંચો:મહેસાણામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા : વડોદરામાં બાંગ્લાદેશી યુવતીએ જીવન ટુંકાવ્યું
