Gandhinagar News: ગુજરાતમાં મેઘરાજાની જમાવટ જારી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ રાજ્યના કુલ 251 તાલુકામાંથી 45 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. પાટણ-વેરાવળ, માણાવદર અને વિંછીયામાં 5 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકના વરસાદ
પાટણ-વેરાવળમાં 131 મીમી, માણાવદરમાં 129 મીમી, વિંછીયામાં 126 મીમી, જુનાગઢના માંગરોળમાં 121 મીમી, માળિયા હાટિનામાં 120 મીમી, ખેડબ્રહ્મામાં 104 મીમી, ખંભાળિયા 71 મીમી, વડગામ અને દાંતામાં 67-67 મીમી, કલ્યાણપુરમાં 66 મીમી, મુંદ્રામાં 64 મીમી, દ્વારકામાં 63 મીમી, મેંદરડામાં 60 મીમી, પોરબંદરમાં 59 મીમી, લોધિકામાં 56 મીમી, લાલપુરમાં 54 મીમી, મહુધા અને પાલનપુરમાં 53-53 મીમી, રાજકોટમાં 51 મીમી અને કચ્છના માંડવીમાં 50 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 138 તાલુકામાં સામાન્યથી 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
આજે હવામાન વિભાગ દ્વારા પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે જ્યારે કચ્છ, મોરબી, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
17થી 22 જુલાઈ સુધી સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. કાલે રાહત નિયામક આઈ એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોને તૈયારી અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા પણ જણાવ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 31.93 ટકા વરસાદ નોંધાયો છે જેમાંથી સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 39.74 ટકા, કચ્છમાં 39.10 ટકા, દક્ષિણ ગુજરાતમાં 39.65 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 22.26 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 21.52 ટકા વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, રાજ્યમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: શું ગુજરાતમાં શહેરોની સરખામણીએ ગામડામાં વધુ મોંઘવારી છે? કયાં મોંઘવારી વધી સામે આવ્યો રિપોર્ટ
આ પણ વાંચો: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યું ડુપ્લીકેટ દવાખાનું
