Gujarat Weather/ Gujarat Rain Live: બનાસકાંઠાના ધાનેરામાં નવા નીર આવતા ખેડૂતો થયા ખુશ

ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો. તો કયાંક બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક જોવા મળી.

Top Stories Gujarat

Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો. તો કયાંક બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક જોવા મળી. જો કે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું જોર રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે ભાવનગર,જામનગર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે.19 જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે.

હવામાનની આગાહી

હવામાન વિભાગની આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કયાંક ગાજવીજ વરસાદનું અનુમાન છે. ભારે વરસાદને પગલે હવામાન વિભાગે પ્રદેશ વિસ્તાર મુજબ રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. સુરત, નવસારી, વલસાડ દાદરા નગર હવેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જારી કર્યું જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું.
સ્લાયકોનિક સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિભારેની વરસાદ જોવા મળી શકે. જો કે કેટલાક સ્થાનો પર હળવા વરસાદને પગલે યલો એલર્ટ જારી કરાયું. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, કચ્છમાં યલો એલર્ટ જારી કરાયું. દરિયકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે. ભારે વરસાદને પગલે માછીમારોને પાંચ દિવસ દરિયો ના ખેડવા સૂચના આપી છે.

Gujarat Rain Live Update 17 july

વહોળામાં આવ્યા નવા નીર

બનાસકાંઠાના ધાનેરામાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં વરસાદ થતા વહોળામાં નવા નીર આવ્યા. વહોળામાં નીર આવતા ખેડૂતોને પણ થશે લાભ. નીર આવતા અનેક ગામડાના ખેડૂતોને ફાયદો થયો. ધાનેરાના 20 જેટલા ગામડાઓને ફાયદો થયો.

જુનાગઢ

કેશોદના મુળીયાસા ગામે પાણી ભરાયા. સાબલી ડેમના દરવાજા ખોલાતા ખોલતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણી ભરાયા.

ગામના પાદરમાં ગોઠણ સમા પાણી ભરાયાના દ્રશ્યો નજરે પડયા છે. ચોમાસામાં વરસાદ પડતા જ ડેમમાં પાણી ભરાય છે અને ડેમના દરવાજા ખોલતા જ ગામોમાં પાણ ફરી વળતા લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે. દર વર્ષે ગામમાં વરસાદની સિઝનમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે.

ડેમ છલકાયો
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદને પગલે મધર ઇન્ડિયા ડેમ છલકાયો. મધર ઇન્ડિયા ડેમ ખેડૂતોની જીવાદોરી સમાન માનવામાં આવે છે. વરસાદની સાથે અંબિકા નદીમા નીરનો વધારો થતાં ડેમ ઓવરફ્લો થયો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં આવક થઈ. ડેમ ઓવરફલો થતા લોકો આ દ્રશ્ય નિહાળવા પંહોચી ગયા.

પાલનપુરમાં વરસાદ

બનાસકાંઠામાં વિરામ બાદ મધરાત્રિએ ફરી વરસાદ પડયો. પાલનપુર, વડગામ સહિતના વિસ્તારોમાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો.

ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ગોઠણસમા પાણી ભરાતા રાહદારીઓને પરેશાની થઈ રહી છે. વરસાદના કારણે હાઇવે ઉપર આવેલી પ્રા.કંપનીના કોટની દીવાલ ધરાશાયી થઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી. પાલનપુરમાં રાત્રિ દરમિયાન 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો.

વાવણી લાયક વરસાદ

સાબરકાંઠાના પાંચ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. મોડી રાત્રે તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો. ખેડબ્રહ્મામાં 3 ઇંચ, પોશિનામાં 2 ઇંચ વરસાદ અને વડાલી, પ્રાંતિજ સહિત તલોદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો. સાબરકાંઠામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી.

ખેડૂતો થઈ જાઓ સાવધાન! વરસાદની આગાહી વચ્ચે આ રીતે કરો પાકનું સંરક્ષણ, નહીં થાય કોઈ નુકસાની – News18 ગુજરાતી

સારા વરસાદથી મગફળી, મકાઈ, સોયાબીનના પાકને મળ્યું જીવનદાન મળ્યું. જિલ્લાના 8 તાલુકામાંથી 5 તાલુકા ના શહેર અને ગ્રામીણ વિસ્તારો માં વરસાદ તો ત્રણ તાલુકા માં નહિવત વરસાદ નોંધાયો. અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતા લોકોને રાહત મળી. વરસાદ વરસવાના કારણે અંતરિયાળ વિસ્તારમાં વાવણી ને જીવતદાન મળ્યું.

બનાસકાંઠા

બનાસકાંઠાના દિયોદરમાં મોડી રાત્રે વરસાદ ખાબકયો. મોડી રાત્રે કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદથી લોકો ખુશ થયા. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી.  વાવણી કરેલા ખેતરોમાં વરસાદ થતા ખેડૂતોને સારો પાક થવાની આશા બંધાઈ. તો કેટલાક સ્થાનો પર વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો.

આ વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી. વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસતા તેમના સામાનને નુકસાન પહોંચ્યું છે. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું.

થરાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો. કેટલાક ગામમાં ભારે તોફાન સાથે વરસાદી ઝાપટા પડયા. લુણાલ ગામે ખુલ્લા ખેતરમાં વિજળી પડતા સામાન્ય દુર્ઘટના બની. વીજળી પડતા ખેતરમાં પડેલ પાઇપ બળી ગઈ. રાત્રી દરમિયાન ગામડાઓમાં તોફાન સાથે વિજળીના કડાકા ભડાકા સાથે ઝાપટાથી હજુ સુધી વધુ કોઈ નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી.

સાબરકાંઠા

રાજ્યમાં ચોમાસું સક્રીય થયું છે. 6 તાલુકામાં વરસાદ ખાબકયો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ખેડબ્રહ્મામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો જયારે વડાલી,તલોદ અને પોશીનામાં પોણા બે ઇંચ વરસાદ પડયો. જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદનું જોર રહ્યું. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી.

Best Time To Visit Dwarka > Weather, Temperature & Season

દ્વારકા

યાત્રાધામ દ્વારકામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી. ગાજવીજ સાથે વરસાદે સમગ્ર દ્વારકાને તરબોળ કર્યું. ભારે વરસાદને પગલે શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા. દ્વારકા શહેરમાં રસ્તાઓ અને રેલવે સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી જ પાણી જોવા મળ્યું. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો, CM ભૂપેન્દ્રપટેલની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય, ઋષિકેશ પટેલે આપી માહિતી

આ પણ વાંચો:ગણેશ જાડેજાનો જેલવાસ લંબાવાની શક્યતાઓ,હાઈ કોર્ટ દ્વારા અપાઈ આ મુદત

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં