Rajkot/ જનેતાએ માસૂમ પુત્રીનો ભોગ લેવાનો કર્યો પ્રયાસ, એસિડ પીને આપઘાત કર્યો

રાજકોટનાં ઉપલેટા (Upleta)માં માતાએ જ પોતાની દીકરીને જીવથી મારી નાંખવાનો પ્રયાસ (Attempt to murder) કરી પોતે આપઘાત (Suicide) કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાની દીકરીને એસિડ (Acid) પીવડાવી…

Top Stories Gujarat

Rajkot News: રાજકોટનાં ઉપલેટા (Upleta)માં માતાએ જ પોતાની દીકરીને જીવથી મારી નાંખવાનો પ્રયાસ (Attempt to murder) કરી પોતે આપઘાત (Suicide) કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાની દીકરીને એસિડ (Acid) પીવડાવી જનેતાએ પણ એસિડ પીને આત્મહત્યા કરતા ચકચાર મચવા પામી હતી, બાદમાં પોલીસે મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટ જીલ્લાનાં ઉપલેટા તાલુકાનાં ભીમોરા (Bhimora) ગામમાં માતા મનીષાબેન મકવાણાએ જ પોતાની 9 માસની (9 Month old daughter) પુત્રીને જીવથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પોતે પણ એસિડ પીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. રવિવારે બપોરે જનેતા અગમ્યકારણોસર એસિડ પીને આત્મહત્યા કરી હતી. આ બનાવ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મહિલાએ બાદમાં પોતાના પતિને આ કુકર્મ કર્યાનું જણાવતાં પતિ અને તેનો પરિવાર ઘરે દોડી આવ્યા હતા.

પછી મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર મળે તે પહેલા જ મહિલાનું મૃત્યુ થયું હતું. તેમજ બાળકીની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પતિએ મૃતક પત્ની વિરૂદ્ધ હત્યા કરવાનો પ્રયત્ન કરવાનો ગુનો નોંધ્યો છે. બાળકીને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના અંગે પતિ જગાભાઈ મકવાણાની ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે પત્ની મનીષાબેન સામે પુત્રીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં 15 વર્ષના કિશોરે સગીરાને હવસનો શિકાર બનાવી

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ: આયારામ ગયારામની મોસમ ખીલી

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’, જાણો શા માટે તેનું આયોજન કરાયું