પંચમહાલ/ કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં મનરેગા યોજનાના કામોની આ તકતીઓ સામે સ્થળ ઉપર વિકાસના વિરોધાભાસી દ્રશ્યો..

કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં મનરેગા યોજનાના કામોની તકતીઓ ઉભી કરવામાં આવી છે

Gujarat Others

મોહસીન દાલ, પંચમહાલ@ મંતવ્ય ન્યૂઝ

કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં ગરીબોને ઘર આંગણે રોજગારીઓ આપનાર મનરેગા યોજના હેઠળ મંજુર થયેલા આ કામો પૂર્ણ થયા છે કે કેમ આ સ્થળ તપાસો માટે કાલોલ તાલુકા પંચાયતના જવાબદાર સત્તાધીશો પાસે સમયનો અભાવ ભલે હશે પરંતુ મનરેગા યોજનાના નામે ભારત સરકારના લાખ્ખો રૂપિયાના ખર્ચાઓનો દુવ્યર્ય દેખાડતા આ ભ્રષ્ટાચારના પુરાવા રૂપે તકતીઓ ખુદ સ્થળ ઉપર મોજુદ છે અને મનરેગા યોજનાના આ કામો થયા નથી અગર તો વેઠ ઉતાર જેવા દેખાવો કર્યા બાદ “ટીનાભાઈ” ઘરભેગા થઈ ગયા હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથે કરોલી ગ્રામ પંચાયતના જાગૃત રહીશો દ્વારા ઉચ્ચસ્તરીય સ્થળ તપાસો હાથ ધરવાની માંગ કરી છે

કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં મનરેગા યોજનાના કામોની તકતીઓ ઉભી કરવામાં આવી છે,એમા કામ, અંદાજીત ખર્ચ અને યોજનાના સમય દર્શાવતી એકપણ વિગતો લખવામાં આવી નથી આ મનરેગા યોજનાના કામો પૂર્ણ થયા હોવાની ચાડીઓ ખાય એવા દેખાવો ઉભા કરવામાં આવ્યા છે.એમા સી.સી.રોડના રસ્તાનું જે કામ કરવામાં આવ્યુ હોવાની ચર્ચાઓ છે આ રસ્તો દેખાવ ખાતર સાફસુફ કરાયા બાદ આજ દિન સુધી અધુરો હોવાના આક્ષેપો જાગૃત રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે.આજ પ્રમાણે કરોલી ગામના તળાવને સુંદર બનાવવાની વાતો વચ્ચે મનરેગા યોજના હેઠળ લાખ્ખો રૂપિયાના ખર્ચાઓની સામે સ્થળ ઉપર વિકાસની વાતો વિરોધાભાસ જેવી દેખાઈ રહી છે.