@Divyesh Parmar
Surat News: સુરતના લિંબાયત વિસ્તારમાં 15 વર્ષના કિશોરે સગીરા સાથે દુષ્કર્મ (Rape)આચર્યું હતું. સગીરા (Minor Girl) ઘરે એકલી હોવાથી કિશોર ત્યાં આવી, સગીરાના નાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યેં હતું. આ ઘટનાનાં સમગ્ર મામલે લિંબાયત (Limbayat) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યાં 15 વર્ષીય કિશોરે 13 વર્ષની સગીરાની એકલતાનો લાભ લઈ તેના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. 15 વર્ષીય કિશોર અને સગીરાની માતા બંને એક જ કારખાનામાં મશીન ડાયમંડનું કામ કરતા હતા. જેથી સગીર અને સગીરા એકબીજાને ઓળખતા હતા, અને તેથી જ કિશોર અવારનવાર સગીરા ના ઘરે જતો આવતો હતો.
બે મહિના પહેલા કિશોર સગીરાને ત્યાં આવ્યો હતો. સગીરા જ્યારે ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઇ કિશોરે રૂમનો દરવાજો બંધ કરી બળજબરી પૂર્વક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કોઇને વાત કહેશે તો તેને અને તેના નાના ભાઈને જાનથી મારી નાખશે તેવી ધમકી કિશોરે સગીરાને આપી હતી.
જેથી સગીરા ડરી જતા કોઈને વાત કહી ન હતી. જોકે ત્યારબાદ સગીરાએ હિંમત કરી તેમની માતાને સમગ્ર હકીકત જણાવતા તેમની માતાએ 15 વર્ષના કિશોર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલ લિંબાયત પોલીસે ફરિયાદના આધારે પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ: આયારામ ગયારામની મોસમ ખીલી
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’, જાણો શા માટે તેનું આયોજન કરાયું
આ પણ વાંચો:કચ્છમાં વધુ એક વખત ધરા ધ્રુજી, મોરબીમાં પણ આંચકા અનુભવાયા
