અમદાવાદ/ હોળી નજીક આવતા શ્રમિકો વતન જવા રવાના, ગીતા ST સ્ટેન્ડે કોવિડ નિયમોનાં ઉડાવ્યા ધજાગરા

રાજ્યમાં કોરોનાનાં કેસો વધતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. પરંતુ આજે પણ ઘણા લોકો આ વાયરસને ગંભીરતાથી લઇ રહ્યા નથી…

Ahmedabad Gujarat
  • અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો
  • ગીતા ST સ્ટેન્ડે કોવિડ નિયમોના ધજાગરા
  • હોળી ધૂળેટીના પર્વ નિમિતે શ્રમિકો રવાના
  • પંચમહાલ, ગોધરા, દાહોદ જવા લોકોનો ધસારો
  • ST દ્વારા 100 બસોનો કરાયો છે વધારો
  • બસમાં બેસવા માટે પેસેન્જરોની ભારે ભીડ
  • શ્રમિકોનો મુખ્ય તહેવાર હોળી ધૂળેટીનો મનાય છે

રાજ્યમાં કોરોનાનાં કેસો વધતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. પરંતુ આજે પણ ઘણા લોકો આ વાયરસને ગંભીરતાથી લઇ રહ્યા નથી. આજે પણ ઘણા સ્થળોએ કોવિડ નિયમોનાં ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે. ત્યારે શહેરનાં ગીતા એસટી સ્ટેન્ડ પર કોવિડ નિયમોનાં સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા છે.

કોરોના ટેસ્ટીંગ / સુરત મનપા તંત્રની તમામને સૂચના, આ લક્ષણો હોય તો ફરજિયાત કરાવવો કોરોના ટેસ્ટ

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આ હોળી-ધૂળેટીનાં પર્વ નિમિત્તે શ્રમિકો પોતાના ઘરે જવા રવાના થઇ રહ્યા છે. પરંતુ આ દરમિયાન તેમના દ્વારા કોવિડ નિયમોનાં ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે.  આ મહિનાનાં રવિવારે એટલે કે 28 તારીખનાં રોજ હોળીનો તહેવાર છે, જેને ધામધૂમથી અને ઉત્સાહ સાથે મનાવવા શ્રમિકો તેમના ઘરે પંચમહાલ, ગોધરા અને દાહોદ જવા માટે નિકળી ચુક્યા છે. જો કે એસટી વિભાગ દ્વારા આ તહેવારનેે ધ્યાનમાં રાખતા 100 બસોનો વધારો કરી દેવામાં આવ્યો છે. પરંતુ બસોની સંખ્યામાં કરાયેલા વધારા બાદ પણ તેમા બેસવા માટે પેસેન્જરોની ભારે ભીડે એક ડરનો માહોલ બનાવી દીધો છે.

Covid-19: અમદાવાદ બન્યુ કોરોનાનું ગઢ, શહેરમાં નવા 27 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં થયો વધારો

ડરનો માહોલ એટલા માટે કારણે કે, કોરોનાનું સંક્રમણ આજે ઝડપથી વધી રહ્યુ છે, ત્યારે ખાસ સરકાર દ્વારા નાગરિકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સૂચનાઓ આપવામા આવી છે, પરંતુ તેનાથી વિપરીત આ બસોમાં જોવા મળી રહ્યુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…