- અમદાવાદમાં નવા 27 માઇક્રો.કન્ટે.ઝોન વધ્યાં
- 5 સ્થળોને માઇક્રો કન્ટે.ઝોનમાંથી દુર કરાયા
- અમદાવાદમાં કુલ 197 માઇક્રો કન્ટે.ઝોન અમલી
- અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં વધુ કોરોનાના કેસ
- જગતપુર, ગણેશ જેનેસીસમાં સૌથી વધુ કેસ
- ગણેશ જેનેસીસમાં 40 મકાનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં
- અમદાવાદમાં કોરોનાનાં નવા 509 કેસ
રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાનાં કેસ વધતા નવા 27 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી ગયા છે. જ્યારે 5 એવા સ્થળો છે જેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે.
જીવલેણ રોગ: ધૈર્યરાજને બચાવવા માટે જોઇતા એક ઇન્જેક્શનની કીંમત ૧૬ કરોડ રૂપિયા કેમ? જાણો આ બિમારી અને તેની સારવાર વિશે
આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં કુલ 197 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી છે. ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદ શહેરનાં પશ્ચિમ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે. વાત કરીએ ચોક્કસ વિસ્તારની તો તેમા જગતપુર, ગણેશ જેનેસીસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જણાવી દઇએ કે, ગણેશ જેનેસીસીમાં 40 મકાનો કન્ટેનમેન્ટ ઝોનમાં છે. અમદાવાદમાં કોરોનાનાં નવા 509 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, જે વાતની ચિંતા હતી તે જ થઇ રહી હોય તેવા સમાચારો હવે સામે આવી રહ્યા છે. જી હા, સ્વાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ રાજ્યમાં કોરોનાએ જાણે માથુ ઉચક્યુ છે. દિન-પ્રતિદિન કોરોનાનાં કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં રહેતા લોકો માટે પણ આ વાયરસ ચેતવણી આપી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે.
કચ્છ કનેક્શન: એન્ટીલિયા કેસમાં ક્ચ્છ કડી ખુલતા એટીએસની લટાર બાદ સ્થાનિક પોલીસ બની સતર્ક
અમદાવાદ શહેરમાં કોરોનાનો રાફડો ફાટતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને થોડા દિવસો પહેલા બાગ-બગીચાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમા ખાસ કાંકરિયા, લેક ફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે આ સમાચાર એક શરૂઆત છે, જો શહેરીજનો હજુ પણ કોરોનાને હળવાશથી લેતા રહેશે તો તંત્ર દ્વારા વધુ કડક પગલા લેવાયો તો નવાઇ નહી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
