Vadodara News: વડોદરામાં લોકોએ જીઇબીની કચેરીનો ઘેરાવ કર્યો હતો. વડોદરામાં સ્થાનિકોએ સાવલી જીઇબીનો ઘેરાવ કર્યો હતો અને તેની તાળાબંધી કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ ઘેરાવ કરી જીઈબીનો ગેટ બંધ કર્યો હતો અને ધરણા પર બેઠા હતા.
સાવલી તાલુકા અને આજુ બાજુના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી લાઇટ જવાનાં બનાવોનાં લીધે લોકોમાં રોષ હતો. નાના ભૂલકાઓ પણ લાઈટ જવાથી હેરાન પરેશાન થતાં હતા. લોકોનું કહેવું હતું કે સાવલી જી ઈ બી ના નાયબ ઇજનેરની બેદરકારીના લીધે સાવલી તાલુકાના ગ્રામજનો અવારનવાર લાઈટ ન હોવાથી તકલીફો અનુભવે તેવું સાવલી જીઈબી ને શોભે છે ખરું?

ગ્રામજનો ઘર વખરીનો સમાન લઇને લાઇટ નાં મળે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર બેસી ગયા હતા. સાવલી જીઇબી ની બેદરકારીને લીધે થોડા દિવસ પહેલા એક વૃદ્ધા અને અબોલ પશુનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું.વડોદરા જીઇબી સામે તાજેતરમાં પણ સ્માર્ટ મીટરને લઈને માછલા ધોવાયા હતા.

સ્માર્ટ મીટર લગાવવાના લીધે લોકોને અત્યંત મોંઘું બિલ આવવા લાગ્યું હતું. તેના લીધે લોકો રસ્તા પર ઉતરી આવતા છેવટે વડોદરા ખાતે જીઇબીએ સ્માર્ટ મીટર લગાવવાનું મોકૂફ રાખવાની ફરજ પડી હતી. હાલમાં સ્માર્ટ મીટર ફક્ત સરકારી કચેરીઓમાં અને સરકારી અધિકારીઓને ત્યાં અને રાજકીય આગેવાનોને ત્યાં લગાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તેની ખામી જાણમાં આવ્યા પછી અને તેને સુધાર્યા બાદ લોકોને ત્યાં લગાવવામાં આવશે. જો કે વડોદરા જીઇબી કોઈને કોઈ કારણસર વિવાદમાં રહેવા માટે જાણીતી છે.
આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે આવ્યું 20 લાખનું વીજળીનું બિલ અને પછી….
આ પણ વાંચો: ઇડર/ જીઇબીની ઘોર બેદરકારીને કારણે રતનપુર મુકામે યુવાનનું કરંટ લાગતા મોત
આ પણ વાંચો: ભારતમાં વીજ વપરાશ મામલે ગુજરાત મોખરે,આટલા ટકા વીજળીનો કરે છે ઉપયોગ,જાણો
