Surat News : સુરત (Surat)શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ પ્રી-મોન્સૂન (Pre Monsoon)કામગીરીના દાવાઓની હકીકત સામે આવવા લાગી છે. શહેરના પાંડેસરા (Pandesara)-બમરોલી રોડ પર પડેલા સામાન્ય વરસાદ બાદ જ માર્ગ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તાર તળાવમાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, દર વર્ષે ચોમાસા દરમિયાન આ રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. વર્ષોથી અનેક રજૂઆતો છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આ વખતે પણ થોડાક વરસાદમાં જ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો અને અનેક વાહનો પાણીમાં અટવાઈ ગયા હતા.
દર વર્ષે પ્રી-મોન્સૂન (Pre Monsoon)કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ તેની પોલ ખુલી જાય છે
સ્થાનિક રહીશોએ જણાવ્યું કે, દર વર્ષે પ્રી-મોન્સૂન (Pre Monsoon)કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ તેની પોલ ખુલી જાય છે. યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક આયોજનના અભાવે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રહીશોએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની તેમજ વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
