World News: મલેશિયામાં એક યુવકે ફેસબુક પર દાવો કર્યો છે કે તેના થનારા સસરા તેના લગ્નને રોકવા માટે તેમની દિકરીની કિંમત લગાવી રહ્યાં છે. આ મુદ્દો હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
મલેશિયામાં કન્યાનું મૂલ્ય | Malaysia Bride Price
ભારતમાં, લગ્ન દરમિયાન કન્યાના પરિવાર દ્વારા આપવામાં આવતી રોકડ રકમ અને વસ્તુઓને “દહેજ” કહેવામાં આવે છે, જે કાયદેસર રીતે ગુનો માનવામાં આવે છે. જોકે, મલેશિયાની સંસ્કૃતિ અલગ છે. ત્યાં, “કન્યાનું મુલ્ય” (Bride Price)નામનો એક રિવાજ છે, જેમાં વરરાજાએ કન્યાના પિતાને ચોક્કસ રકમ ચૂકવવી પડે છે. ત્યાં આને એક રિવાજ માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ રિવાજ પ્રેમમાં અવરોધ બની જાય છે ત્યારે શું થાય છે? 31 વર્ષીય મલેશિયન પુરુષની વાર્તા આ પ્રશ્નો ઉભા કરે છે.
“ફસ્ટ ઈમ્પ્રેશન બની ગઈ લાસ્ટ ઈમ્પ્રેશન”
31 વર્ષીય યુવકે ફેસબુક (Facebook)પર પોતાની ઓળખ છુપાવીને પોતાની વાર્તા ફિલ્મના ‘ફ્લેશબેક’ની જેમ કહી છે.. તેણે કહ્યું કે, ચાર વર્ષ પહેલાં, જ્યારે તે પહેલીવાર તેની ગર્લફ્રેન્ડના પરિવારને મળવા ગયો હતો, ત્યારે રસ્તામાં ગાડીનું ટાયર પંચર થવાને કારણે તેને એક કલાક મોડો પડ્યો હતો. યુવકે દિલથી માફી માંગી, પરંતુ તેના ભાવિ સસરાએ તેને તેની ‘અવિશ્વસનીયતા’ તરીકે લીધી. તે ઘટના પછી, યુવકે ગમે તેટલા પ્રયત્નો કર્યા, પછી ભલે તે તહેવારોમાં ભેટ આપવાનો હોય કે ઘરના નાના કામકાજ કરવાનો હોય, તે તેના સસરાની નજરમાં ક્યારેય ‘સફળ’ ન બન્યો.
દુલ્હનનું મુલ્ય: પિતાએ માંગ્યા 11 લાખ રૂપિયા
આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે લગ્ન કરવા માટે યુવકે યુવતીના પિતાને કહ્યું. યુવકનો આરોપ છે કે તેના ભાવિ સસરાએ તેમની સંમતિના બદલામાં 50,00 રિંગિટ (આશરે 11 લાખ રૂપિયા)ની રિવાજ મુજબ “કન્યાનું મુલ્ય” ની માંગી કરી હતી. જોકે મધ્યમ વર્ગના પરિવારના યુવક માટે આ રકમ એકઠી કરવી સરળ નહતી. યુવકે દાવો કર્યો છે કે આ પૈસાની માંગણી નથી, પરંતુ તેને પોતાની પ્રેમિકા સાથે લગ્ન નહી કરવા દેવાનો આ એક પ્લાન છે.
તમે રાતોરાત ધનવાન ન બની શકો.
યુવક કહે છે કે, જ્યારે પણ લગ્નનો વિષય આવે છે, ત્યારે તેના સસરા તેને તેની કારકિર્દી અને નાણાકીય પરિસ્થિતિ વિશે ટોણો મારે છે. તેને સેમિનાર અને વર્કશોપમાં જવાથી પણ રોકવામાં આવે છે. પોતાનું દુઃખ વ્યક્ત કરતા યુવક કહે છે, “મેં વર્ષોની મહેનતથી મારી કારકિર્દી બનાવી છે. હું એમ નથી કહેતો કે હું મારા જીવનસાથીને સારું જીવન આપવા માંગતો નથી, પરંતુ હું એવો જાદુગર નથી જે રાતોરાત ધનવાન બની શકે.”
આ પણ વાંચો: 8 વર્ષ બાદ મલેશિયા પહોંચ્યા PM મોદી, અનવર ઇબ્રાહિમે એરપોર્ટ પર કર્યું ભવ્ય સ્વાગત
આ પણ વાંચો: મલેશિયામાં બની દુર્ઘટના, નેવીના બે હેલિકોપ્ટર અથડાતા 10 લોકોના થયા મોત
આ પણ વાંચો: મલેશિયા જઈ રહેલા પ્લેનમાં લાગી ભીષણ આગ, 138 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
