World News/ 8 વર્ષ બાદ મલેશિયા પહોંચ્યા PM મોદી, અનવર ઇબ્રાહિમે એરપોર્ટ પર કર્યું ભવ્ય સ્વાગત

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 વર્ષ બાદ બે દિવસની સત્તાવાર મુલાકાત માટે મલેશિયા પહોંચ્યા છે. એરપોર્ટ પર મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે પોતે જઈને મોદીને આવકાર આપ્યો, જે બંને દેશોની મિત્રતાનું વિશેષ પ્રતીક બન્યું છે.

Top Stories World
Narendra Modi

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની સત્તાવાર મુલાકાત માટે મલેશિયા પહોંચ્યા છે. આ મુલાકાત ખાસ છે કારણ કે લગભગ 8 વર્ષ બાદ મોદી મલેશિયા ગયા છે. કુઆલાલમ્પુર એરપોર્ટ પર મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ પોતે મોદીને સ્વાગત કરવા પહોંચ્યા હતા અને તેમને પોતાની કારમાં બેસાડી શહેર સુધી લઈ ગયા હતા. મોદીએ જણાવ્યું કે અનવર ઇબ્રાહિમે તેમને પોતાની સીટ પર પણ બેસાડ્યા, જે બંને દેશોના ઘનિષ્ઠ સંબંધો દર્શાવે છે.

કુઆલાલમ્પુરમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ ગયા વર્ષે ASEAN સમિટ માટે આવી શક્યા નહોતા, પરંતુ તેમણે પોતાના મિત્ર અનવર ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં મલેશિયા આવશે. આજે તેઓ તે વચન પૂરું કરવા આવ્યા છે અને વર્ષ 2026માં તેમની આ પહેલી વિદેશયાત્રા છે.

Narendra Modi
ભારત અને મલેશિયા વચ્ચેના સાંસ્કૃતિની વાતો કરી

મોદીએ ભારત અને મલેશિયા વચ્ચેના સાંસ્કૃતિક અને ખોરાક સંબંધોની ચર્ચા કરી. તેમણે કહ્યું કે નારિયેળ, મસાલા અને ચા બંને દેશોને જોડે છે. મલબાર પરોઠા અને રોટી જેવા ખોરાક બંને જગ્યાએ લોકપ્રિય છે અને કુઆલાલમ્પુર હોય કે કોચી, સ્વાદ સમાન લાગે છે. મોદીએ ઉમેર્યું કે ભારતીય ભાષાઓ અને મલય ભાષામાં ઘણા શબ્દો સમાન છે, જે બંને સંસ્કૃતિઓની નજીકતા દર્શાવે છે.

પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી

પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી કે મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમને મહાન અભિનેતા અને નેતા એમજીઆરના તમિળ ગીતો ખૂબ ગમે છે. તેમણે કહ્યું કે આ સાંસ્કૃતિક જોડાણ ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

આર્થિક મુદ્દાઓ પર વાત કરી

આર્થિક મુદ્દાઓ પર વાત કરતા મોદીએ કહ્યું કે દુનિયા પહેલા ભારતને ફક્ત એક મોટું બજાર માનતી હતી, પરંતુ હવે ભારત રોકાણ અને વેપાર માટે એક મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આજે ભારત વિશ્વનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર બની રહ્યું છે અને અનેક દેશો ભારત સાથે વેપાર કરાર કરી રહ્યા છે. યુકે, યુએઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઓમાન, યુરોપિયન યુનિયન અને અમેરિકા જેવા દેશો ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યા છે.

ગુજરાતમાં આવેલા ભૂકંપ વિશે વાત કરી

મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું કે 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે મલેશિયામાં રહેતા ભારતીયોએ ભારતને મદદ કરવા માટે એકજૂટતા દર્શાવી હતી. તેમણે આ માટે સમુદાયનો આભાર માન્યો. સાથે જ તેમણે કહ્યું કે મલેશિયામાં રહેતા ભારતીયોના પૂર્વજોએ ભારતની આઝાદી માટે મોટું બલિદાન આપ્યું હતું અને ઘણા લોકો નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં જોડાયા હતા.

આ મુલાકાત ભારત અને મલેશિયા વચ્ચેના રાજનૈતિક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


આ પણ વાંચો:અબુધાબીના સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે PM MODIને આમંત્રણ અપાયું

આ પણ વાંચો:PM Modi પહોંચ્યા ગ્રીસ, ભારતીય વિદ્યાર્થીઓ આપશે અદભૂત પ્રેઝન્ટેશન

આ પણ વાંચો:PM Modiએ G20 સમિટ માટે સૂચનો મેળવવા સર્વપક્ષીય બેઠક બોલાવી