Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે માલધારી પર સિંહના હુમલા (Lion Attack)ની ઘટનાને લઈને પાલિતાણા ફોરેસ્ટ વિભાગે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સિંહ મારણની શોધમાં ગામની આસપાસના વિસ્તારમાં આવ્યો હતો. તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં પરિસ્થિતિ બગડી અને સિંહે હુમલો કર્યો હતો.
Lion Attack: વન વિભાગની મોટી અપીલ
વન વિભાગે જણાવ્યું કે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા અને અવાજ તેમજ ડેકારાના કારણે સિંહ ((Lion Attack)) અસ્વસ્થ બન્યો હતો. આવી પરિસ્થિતિમાં પોતાનો બચાવ કરવા માટે સિંહે હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ઘટનાની જાણ થતાં જ પાલિતાણા ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી હતી. હાલ વન વિભાગની ટીમ સિંહના રેસ્ક્યુ અને તેની હિલચાલ પર સતત નજર રાખી રહી છે જેથી સ્થાનિકોની સુરક્ષા જળવાઈ રહે.
વન વિભાગે આ ઘટનાના અનુસંધાનમાં લોકોને મહત્વની અપીલ પણ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જો કોઈ વિસ્તારમાં સિંહ દેખાય તો લોકો ભીડ એકત્ર ન કરે, ઘોંઘાટ કે ડેકારા ન કરે અને સિંહને ઉશ્કેરવાનો કોઈ પ્રયાસ ન કરે. તેના બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવે જેથી પ્રશિક્ષિત ટીમ સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહી કરી શકે.
વન વિભાગે જણાવ્યું કે જંગલી પ્રાણીઓ સાથે આવી પરિસ્થિતિમાં સાવચેતી અને સંયમ જાળવવો અત્યંત જરૂરી છે. લોકોના સહકારથી જ માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષને ઓછો કરી શકાય છે.
આ પણ વાંચો:પાલિતાણામાં માલધારી પર સિંહનો જીવલેણ હુમલો, LIVE VIDEO વાયરલ થતાં મચી ચકચાર
આ પણ વાંચો:સિંહ હુમલા બાદ મૃતક પરિવારને સરકારની ₹10 લાખની સહાય
