Surat News/ સુરતમાં વીજળી પડતા બેના મોત, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ

રાંદેરના સુજાખાન સ્ટ્રીટ વિસ્તારમાં વીજળી ((lightning))પડતાં બે વ્યક્તિઓના મોત થયા છે

Gujarat Surat
રાંદેર વિસ્તારમાં વીજળી (lightning)પડતા બે લોકોના મોત થયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે

Surat News : દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે (Heavy Rain,)સુરત શહેરમાં જનજીવનને ગંભીર રીતે અસર કરી છે. એક તરફ રાંદેર વિસ્તારમાં વીજળી (lightning)પડતા બે લોકોના મોત થયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે, તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, રાંદેરના સુજાખાન સ્ટ્રીટ વિસ્તારમાં વીજળી ((lightning))પડતાં બે વ્યક્તિઓના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

બીજી તરફ, ભારે વરસાદને કારણે નવસારી બજાર વિસ્તારમાં આવેલા સગરામપુરા તલાવડી નજીક રોડ પર પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદની અસર સુરત રેલવે સ્ટેશન પર પણ જોવા મળી હતી. સ્ટેશનના વેઈટિંગ એરિયામાં વરસાદી પાણી ઘૂસી જતાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સ્ટેશન પર પાણી ભરાઈ જતાં મુસાફરો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ હતી.

શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણી ભરાવાના દૃશ્યો સામે આવ્યા છે. સતત વરસી રહેલા વરસાદ (Heavy Rain,)વચ્ચે નાગરિકો સુરક્ષિત રહે તેમજ બિનજરૂરી બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અને પ્રી-મોન્સૂન કામગીરી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.


આ પણ વાંચો : મેઘમહેર કે મુશ્કેલી? ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત; તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો

આ પણ વાંચો : સુરતમાં પ્રથમ વરસાદમાં જ રોડ બેસ્યો: પાલ વિસ્તારમાં BRTS બસ જમીનમાં ખૂંપી, પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ

આ પણ વાંચો : નડિયાદમાં તંત્રની કામગીરી ‘ભુવા’માં સમાઈ