Not Set/ સુરત : તિરુપતિ સાડીના માલિકનું હીટ એન્ડ રનમાં મોત

સુરત, સુરતમાં વધુ એક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.જેમાં એકનું મોત થયું છે. આ મૃતક યુવક તિરૂપતી સાડીના માલિક છે જેનું નામ આનંદ સુરેકા છે. મળતી માહિતી મુજબ આ બનાવ શહેરના વેસુ રોડ પર બન્યો હતો.જ્યાં  ટ્રકચાલકે એક યુવકને પાછળના ભાગેથી ટક્કર મારી હતી જેને લઇને આ યુવકનું ઘટના સ્થળે જ મોત કરૂણ મોત […]

Gujarat
સુરત,
સુરતમાં વધુ એક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.જેમાં એકનું મોત થયું છે.
આ મૃતક યુવક તિરૂપતી સાડીના માલિક છે જેનું નામ આનંદ સુરેકા છે.
મળતી માહિતી મુજબ આ બનાવ શહેરના વેસુ રોડ પર બન્યો હતો.જ્યાં  ટ્રકચાલકે એક યુવકને પાછળના ભાગેથી ટક્કર મારી હતી જેને લઇને આ યુવકનું ઘટના સ્થળે જ મોત કરૂણ મોત નિપજ્યું હતું.જો કે ટ્રકચાલક ટ્કકર માર્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.સિવિલ હોસ્પિટલ ખાતે કાપડના વેપારીઓ પણ ભેગા થઇ ગયા હતા. મહત્વનું છે કે આ મૃતક યુવક તિરૂપતી સાડીના માલિક છે જેનું નામ આનંદ સુરેકા છે.