Rain/ સરદાર સરોવર ડેમમાં જળ સપાટી વધતા 23 દરવાજા ખોલાયા,આ જિલ્લાઓને કરવામાં આવ્યા એલર્ટ

ગુજરાતમાં આ સીઝનમાં સારો એવો વરસાદ પડ્યો છે, એકદરે ચોમાસું ખુબ સારુ રહ્યું છે,હજપપણ વરસાદની આગાહી થઇ રહી છે. રાજ્યના અનેક તળાવો અને ડેમમો ભરાઇ ગયા છે.

Top Stories Gujarat

ગુજરાતમાં આ સીઝનમાં સારો એવો વરસાદ પડ્યો છે, એકદરે ચોમાસું ખુબ સારુ રહ્યું છે,હજપપણ વરસાદની આગાહી થઇ રહી છે. રાજ્યના અનેક તળાવો અને ડેમમો ભરાઇ ગયા છે.સરદાર ડેમ તેની મહત્તમ સપાટી વટાવી વી ગયો છે જેના લીધે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.સરદાર સરોવર ડેમ તેની મહતમ સપાટી વટાવી છે. ઉપરવાસમાંથી 3 લાખ કયુસેક પાણીની આવકના પગલે ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેના પગલે નર્મદા અને ભરૂચના કાંઠાવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નર્મદા ડેમની સપાટી 138.40 મીટર પર પહોંચી ગઇ છે. ડેમમાંથી છોડવામાં આવેલાં 2 લાખ કયુસેક કરતાં વધારે પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ પાસે નર્મદાની સપાટી 19.68 ફુટ સુધી પહોંચી હતી. ડેમમાંથી છોડવામાં આવતો પાણીનો જથ્થો ઘટાડવામાં આવતાં નદીની સપાટી 19.68 ફુટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી હોવાથી ડેમમાંથી છોડવામાં આવતું પાણી વધારવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ તેની 138.68 મીટરની પુર્ણ સપાટીને પાર કરી ગયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 2.46 લાખ કયુસેક પાણી આવી રહયું છે જેની સામે પાણીની જાવક 1.20 લાખ કયુસેક છે.

ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે