- રાજ્યમાં હજુ પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ
- આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
- રાજ્યના અનેક જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી
- અમદાવાદ, ગાંધીનગરમાં પણ પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આગામી 48 કલાક દરમિયાન દક્ષીણ ગુજરાત અને અન્ય કેટલાક જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર સહિતના અનેક જીલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર ખાતે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે સામાન્ય વરસાદી સિસ્ટમના પગલે આગામી 5 દિવસોમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તો સાથે રાજ્યમાં તાપમાન માં પણ આંશિક વધારો નોધાશે. ભાદરવો ભરપુરની માફક રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ડેમ ઓવરફલો થયા છે.
સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર -1 ડેમ પાણીથી છલોછલ થઈ ગયો છે. ભાવનગર ખાતે શેત્રુજી ડેમ પણ છલકાયો છે. દેવભૂમિદ્વારકા જિલ્લામાં સતત વરસાદને પગલે વધુ બે ડેમ ઓવરફ્લો થયા છે. સૌરાષ્ટ સાથે દક્ષીણ ગુજરાતમાં પણ અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ છે.
