Gujarat News/ અમદાવાદ જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજનાનો અમલ, 2,285 હેક્ટરમાં થશે આધુનિક વાવેતર

વર્ષ 2026-27 દરમિયાન અમદાવાદ જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના (Cotton Kranti Yojana) હેઠળ કુલ 2,285 હેક્ટર વિસ્તારનો ભૌતિક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે

Gujarat
વર્ષ 2026-27 દરમિયાન અમદાવાદ જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના (Cotton Kranti Yojana) હેઠળ કુલ 2,285 હેક્ટર વિસ્તારનો ભૌતિક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે

Gujarat News : ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2026-27થી વર્ષ 2030-31સુધી અમલમાં મૂકવામાં આવેલ મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી (કપાસ ક્રાંતિ યોજના) (Cotton Kranti Yojana)અંતર્ગત કપાસ પાકની ઉત્પાદકતા વધારવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા તથા ખેડૂતોની આવકમાં વધારો કરવાનો મુખ્ય હેતુ છે. અમદાવાદ જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવશે.

અમદાવાદ જિલ્લો ગુજરાત રાજ્યના મહત્વના કપાસ ઉત્પાદક જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ખરીફ વર્ષ 2025-26દરમિયાન જિલ્લામાં કુલ 51,392 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર નોંધાયેલ છે. જેમાં મુખ્યત્વે ધંધુકા, વિરમગામ, ધોળકા તથા દેત્રોજ તાલુકાનો સમાવેશ થાય છે.

અમદાવાદ જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના (Cotton Kranti Yojana) હેઠળ કુલ 2,285 હેક્ટર વિસ્તારનો ભૌતિક લક્ષ્યાંક નક્કી કરાયો

વર્ષ 2026-27 દરમિયાન અમદાવાદ જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના (Cotton Kranti Yojana) હેઠળ કુલ 2,285 હેક્ટર વિસ્તારનો ભૌતિક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ઓછા અંતરે કપાસ વાવેતર પધ્ધતિ (CST) અંતર્ગત  2,285 હેક્ટર વિસ્તાર, સંકલિત પાક વ્યવસ્થાપન પદ્ધતિ (ICM) અંતર્ગત ૩૫ હેક્ટર વિસ્તાર તેમજ ખેડૂતોની ક્ષમતાવર્ધન માટે પાક પદ્ધતિ આધારિત તાલીમ કાર્યક્રમ માટે કુલ 21 તાલીમ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ આ પદ્ધતિ હેઠળ વાવેતર કરતા તથા વાવેતર કરવા માગતા હોય તેવા તમામ ખેડુતોને વહેલા તે પહેલાના ધોરણે લાભ આપવામાં આવશે.

ભારત સરકારના Mission for Cotton Productivity Operational Guidelines મુજબ ઓછા અંતરે કપાસ વાવેતર પધ્ધતિ માટે પ્રતિ હેક્ટર રૂ. 14,000 સહાયની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં રૂ. 13,500 ની ઇનપુટ સહાય અને રૂ. 500 ના ફિલ્ડ ડેના આયોજનનો સમાવેશ થાય છે. તે જ રીતે સંકલિત પાક વ્યવસ્થાપન પદ્ધતિ માટે પ્રતિ હેક્ટર રૂ. 7,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જેમાં, ખેતીવાડી વિભાગ દ્વારા આ પદ્ધતિ હેઠળ વાવેતર કરવા માગતા હોય તેવા ખેડૂતોને નકકી કરેલ સહાયની મર્યાદામાં ઇનપુટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં, લાભાર્થી ખેડૂતોને પ્રતિ હેક્ટર વિનામૂલ્યે ઇનપુટ કીટ આપવામાં આવશે. જેમાં, બી.ટી. કપાસના ૪ પેકેટ બિયારણ, ટ્રાયકોડર્મા વીરીડી 1 કિલોગ્રામ, નીમ ઓઇલ 1 લીટર, માઇકોરાઇઝા 2 કિલોગ્રામ, દિવેલી ખોળ 50 કિલોગ્રામ તથા એન.પી.કે. કન્સોર્ટીયમ 1લીટરનો સમાવેશ કરવામાં આવેલ છે.

ઓછા અંતરે કપાસ વાવેતર પધ્ધતિ (CST) એટલે બે હાર વચ્ચે તથા બે છોડ વચ્ચે ઓછા અંતરે બી.ટી. કપાસ (BT Cotton)ની વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવણી કરવાની આધુનિક ટેક્નોલોજી. સામાન્ય રીતે આ પદ્ધતિમાં 90સેન્ટીમીટર × 30 સેન્ટીમીટર અંતરે વાવેતર કરવામાં આવે છે, જેના પરિણામે પ્રતિ હેક્ટર અંદાજે 37,000 જેટલા છોડની સંંખ્યા જાળવી શકાય છે. જ્યારે પરંપરાગત પદ્ધતિમાં 120 થી 150 સેન્ટીમીટર × 60 સેન્ટીમીટર અંતરે વાવણી થતી હોવાથી પ્રતિ હેક્ટર આશરે 18,000 થી 20,000 જેટલા છોડ જ ઉપલબ્ધ રહે છે.

આ ટેકનોલોજીના સફળ અમલીકરણ માટે બી.ટી. કપાસ (BT Cotton)ની યોગ્ય જાતો અને સંકર જાતોની પસંદગી અત્યંત મહત્વપૂર્ણ છે, જેમાં, મધ્યમ કદની (Medium stature) , ઓછી ડાળીઓ ધરાવતી (Compact plant type) , ટૂંકીથી મધ્યમ અવધિમાં પાકતી (150–170 દિવસ), મોટા જીંડવા વાળી, તથા ગુલાબી ઈયળ તથા મુખ્ય જીવાતો સામે સારી સહનશક્તિ ધરાવતી જાતો વધુ યોગ્ય ગણાય છે.

વધુમાં સાંકડી અંતરની બી.ટી. કપાસ (BT Cotton)વાવેતર પદ્ધતિમાં છોડની ઊંચાઈ નિયંત્રિત રાખવી ખૂબ અગત્યની છે જેમાં, વાનસ્પતિક વૃદ્ધિ અટકાવવા માટે વાવેતર બાદ આશરે 60 થી 70 દિવસે મેપિકવેટ ક્લોરાઈડ (Mepiquat Chloride 5% AS) 200 થી 250 મિલી 500 થી 600 લીટર પાણી પ્રતિ હેક્ટરમાં ભેળવીને એકસરખો છંટકાવ કરવાથી ફળાઉ ડાળીની સંખ્યા તથા જીંડવાની સાઇઝમાં વધારો થવાથી ઉત્પાદનમાં નોંધ પાત્ર વધારો થાય છે. આમ, કૃષિ યુનિવર્સિટીઓના ની ભલામણ મુજબ પરંપરાગત વાવેતર પદ્ધતિની સરખામણીએ Closer Spacing Technology અપનાવવાથી સામાન્ય રીતે 15 થી 25 ટકા જેટલો ઉત્પાદનમાં વધારો પ્રાપ્ત થઈ શકે છે.

આમ, આથી અમદાવાદ જીલ્લામાં બી.ટી કપાસ (BT Cotton)નું વાવેતર કરનાર તમામ ખેડૂતો,(Farmers) કે જે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો 8-અ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ સાથે આપના ગામના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી (ખેતી) / તાલુકાના તાલુકા અમલીકરણ અધિકારીનો સંપર્ક કરી, અરજી કરવા જણાવવામાં આવે છે. આ યોજનામાં વહેલા તે પહેલાના ધોરણે અથવા સરકાર દ્વારા નિયત કરે તે પદ્ધતિ મુજબ અરજી કરવાની રહેશે. વધુમાં આ યોજનાનો લાભ મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી હોવાથી તમામ લાભાર્થી ખેડૂતોએ સંબંધિત ગ્રામસેવક/ તલાટી/ વી.સી.ઇ નો સંપર્ક કરી ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી પૂર્ણ કરવાની રહેશે.


આ પણ વાંચો : કપાસના વાવેતર પહેલા અને વાવેતર સમયે રોગ અને જીવાતનો સામનો કેવી રીતે કરવો?

આ પણ વાંચો : સાબરકાંઠામાં પાછોતરા વરસાદથી તાત નિરાશ વિદાય ટાણે વરસાદથી પાકોમાં નુકસાનની શકયતા કપાસ-મગફળીના પાકોમાં પાણી ફરી વળતાં નુકસાન ખેડૂતોને

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 1.20 લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો