Morbi News/ ખેડૂતોનો 19 દિવસ બાદ આમરણાંત ઉપવાસનો અંત,હવે ‘ઝબ્બા ફાડ’ આંદોલનની તૈયારી

ખેડૂત અગ્રણીઓના જણાવ્યા મુજબ, સરકારે આંદોલન સમાપ્ત થાય તે માટે કેટલીક જાહેરાતો કરી છે, પરંતુ ખેડૂતો (Farmers)ની મુખ્ય માંગણીઓને પૂરતો ન્યાય મળ્યો નથી

Gujarat Others
પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતો (Farmers) સોમવારની રાત્રે પારણાં કરીને ઉપવાસ આંદોલનનો અંત લાવશે

Morbi News : પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતો (Farmers) સોમવારની રાત્રે પારણાં કરીને ઉપવાસ આંદોલનનો અંત લાવશે. જોકે, ખેડૂતોનું કહેવું છે કે તેમની લડત અહીં પૂરી થતી નથી. સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાતોથી અસંતુષ્ટ ખેડૂતોએ હવે આંદોલન (Khedut Andolan)ના આગામી તબક્કા તરીકે ‘ઝબ્બા ફાડ’ આંદોલનની તૈયારી શરૂ કરી હોવાનું જણાવ્યું છે.

ખેડૂત અગ્રણીઓના જણાવ્યા મુજબ, સરકારે આંદોલન સમાપ્ત થાય તે માટે કેટલીક જાહેરાતો કરી છે, પરંતુ ખેડૂતો (Farmers)ની મુખ્ય માંગણીઓને પૂરતો ન્યાય મળ્યો નથી. આ કારણસર ખેડૂતોમાં હજુ પણ અસંતોષ યથાવત છે અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમોની જાહેરાત થઈ શકે છે.

આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ખેડૂત આગેવાન નિલેશ અઘારાએ જણાવ્યું કે સરકાર ખેડૂતો (Farmers)ની ન્યાયસંગત માંગણીઓને ગંભીરતાથી સ્વીકારશે તો પરિસ્થિતિ સામાન્ય બની શકે છે. પરંતુ જો માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ‘ઝબ્બા ફાડ’ આંદોલન શરૂ કરવામાં આવશે.

ઉપવાસ પૂર્ણ થયા બાદ ખેડૂત સંગઠન આગામી રણનીતિ જાહેર કરશે. આંદોલનના ત્રીજા તબક્કાની જાહેરાત બાદ સરકાર અને ખેડૂતો વચ્ચેની ચર્ચાઓ કયા વળાંક લે છે તેના પર સૌની નજર રહેશે.

ખેડૂતોનું કહેવું છે કે તેમની લડત કોઈ વ્યક્તિ કે પક્ષ સામે નહીં પરંતુ પોતાના હક્ક અને ન્યાય માટે છે. આગામી દિવસોમાં સરકાર તરફથી શું પ્રતિસાદ મળે છે અને આંદોલન કઈ દિશામાં આગળ વધે છે તે મહત્વપૂર્ણ રહેશે.


આ પણ વાંચો : રાજકોટના પડધરીમાં વીજપોલ મુદ્દે ખેડૂતોનો વિરોધ, ટ્રેક્ટર રેલી સાથે ચાર ગણા વળતરની માગ

આ પણ વાંચો : મહીસાગર લુણાવાડા બાયપાસ રોડ વિવાદ: જમીન સંપાદન મુદ્દે 12 ગામના ખેડૂતોનો વિરોધ, યોગ્ય વળતર અને ઓવરબ્રિજની માંગ

આ પણ વાંચો : ગુજરાત પોલિટિકલ ઇનસાઇડ: ખેડૂતોના આંદોલનથી સરકારનો ઝડપી નિર્ણય, સુરત પોલીસ કમિશનરથી લઈને ભાજપની આંતરિક ચર્ચા સુધીના મોટા અપડેટ