Mahisagar News/ મહીસાગર લુણાવાડા બાયપાસ રોડ વિવાદ: જમીન સંપાદન મુદ્દે 12 ગામના ખેડૂતોનો વિરોધ, યોગ્ય વળતર અને ઓવરબ્રિજની માંગ

મહીસાગરના લુણાવાડામાં નવીન બાયપાસ રોડ (Lunawada Bypass Road) માટે જમીન સંપાદન મુદ્દે 12 ગામના ખેડૂતો એક થયા. યોગ્ય વળતર, ઓવરબ્રિજ અને ખેડૂતોની રજૂઆતો સાંભળવાની માંગ સાથે આંદોલનની ચેતવણી આપવામાં આવી.

Top Stories Gujarat Others Breaking News
Lunawada Bypass Road મુદ્દે ખેડૂતોનો આક્રોશ, સરકાર સમક્ષ મૂકી મુખ્ય માંગણીઓ

Mahisagar News: મહીસાગર જિલ્લાના લુણાવાડા વિસ્તારમાં પ્રસ્તાવિત નવીન બાયપાસ રોડ (Lunawada Bypass Road) માટે થઈ રહેલા જમીન સંપાદન મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે 12 ગામોના ખેડૂત આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી અને સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Lunawada Bypass Road : વળતર નહીં તો આંદોલન!

બેઠક દરમિયાન ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે બાયપાસ રોડ (Lunawada Bypass Road)ના કારણે અનેક ખેડૂતોની ખેતીલાયક જમીન સંપાદિત થવાની છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીન સંપાદનની પ્રક્રિયામાં તેમની રજૂઆતોને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી. સાથે જ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને બજારભાવ મુજબનું વળતર આપવામાં આવે તેમજ જ્યાં જરૂરી હોય ત્યાં ઓવરબ્રિજ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ખેડૂતોનું કહેવું છે કે વિકાસના કામોનો તેઓ વિરોધ કરતા નથી, પરંતુ વિકાસની પ્રક્રિયામાં ખેડૂતોના હિતો અને જીવનનિર્વાહને નુકસાન ન થાય તે માટે સરકાર યોગ્ય આયોજન કરે. બેઠકમાં હાજર ખેડૂત પ્રતિનિધિઓએ સરકારને ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા અને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી.

બેઠકમાં આગામી દિવસોમાં સરકાર સાથે રજૂઆત કરવાની અને જરૂર પડે તો લોકશાહી રીતે આંદોલનનો માર્ગ અપનાવવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે જો તેમની માંગણીઓનો યોગ્ય રીતે ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.

હાલ સમગ્ર મામલે ખેડૂતો સરકારના સકારાત્મક પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ચર્ચા થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો:માર્ગો, પુલો, એપ્રોચ-બાયપાસના રૂ. 401 કરોડથી વધુના ચાર મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ થકી દક્ષિણ ગુજરાતમાં વિકાસની અવિરત ગતિ

આ પણ વાંચો:અમરેલી લાઠી બાયપાસ રોડ પર ગોઝારો અકસ્માત, એકી સાથે ત્રણના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી

આ પણ વાંચો:અંબાજી-આબુ રોડ 9 મહિના બંધ, હવે આ રૂટથી પહોંચવું પડશે માઉન્ટ આબુ