અરવલ્લી,
અરવલ્લીમાં કોંગ્રેસ દ્વુારા વિવિધ માંગણીઓને લઇને ધરણાનો કાર્યક્રમ યોજાય હતો. ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી, રાફેલ કૌભાંડ જેવા વિવિધ મુદ્દાઓને લઇને કોંગ્રેસે ધરણા કર્યા હતા. જેમાં બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ કોંગ્રેસસ સમિતિના હોદ્દેદારો અને કોંગ્રેસના આગેવાનો સહિત કોંગ્રેસના કાર્યકરો ધરણામાં જોડાયા હતા. કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો વિરોધ નોંધાયો હતો અને ભાજપને ગરીબો અને ખેડૂતો વિરોધી સરકાર ગણાવી હતી.
