ધોરાજી,
ધોરાજી શહેરમાં વિકાસના કામો ભાજપના લોકો થવા દેતા ન હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ધરણા તો બીજી તરફ ભાજપ- કોંગ્રેસની રાજકીય લડાઈની સામે શહેરીજનોએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.
રાજકોટ શહેર વોંકળા કાંઠા રોડ પર સ્થાનિક લોકોએ ઉગ્ર વિરધ કર્યો હતો. સ્થાનિક લોકોનું રહેવું છે કે, ભાજપ-કોંગ્રેસની રાજકીય લડાઈમાં શહેરનો વિકાસ રૂંધાય છે. રોડ- રસ્તાની કામગીરી ન થતા લોકોને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપ કોંગ્રેસના રાજકીય લોકો સામે રોષ વ્યક્ત કરતાં સ્થાનિક લોકોએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો. ચક્કાજામના કાર્યક્રમ દરમિયાન શહેરીજનોએ ભાજપ-કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા.
