Gujarat News:ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે, 21 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે, જેમાં નલિયામાં સૌથી ઓછું 10.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. પવનની દિશામાં ફેરફાર થતાં, ઠંડીથી થોડી રાહત મળશે, અને આવતીકાલથી મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન વધશે.
અમરેલીમાં 11.3 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 11.7 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં (Ahmedabad) 14 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં (Vadodra) 13.6 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 13.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, કેશોદમાં 12.9 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ, સુરેન્દ્રનગરમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ અને ભુજમાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં (Temperature) નોંધપાત્ર ઘટાડો થયો છે. આગામી 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં રાત્રે તાપમાનનો પારો ગગડ્યો છે. આગામી 48 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, સવારે તીવ્ર ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજે ફરી ઠંડી વધી રહી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે. તાપમાનમાં વધઘટને કારણે લોકો શરદી, ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડી નાખ્યા છે. તાબામાં તાપમાન માઈનસ 5.3 ડિગ્રી સેલ્સિયસ, કુકુમસેરીમાં માઈનસ 4.1 ડિગ્રી સેલ્સિયસ, કીલોંગમાં માઈનસ 3.6 ડિગ્રી સેલ્સિયસ અને કલ્પામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં સ્વચ્છ હવામાનની આગાહી કરી છે. જોકે, રાત્રે ઠંડી વધુ વધી શકે છે. તેનાથી વિપરીત, ઉનામાં ગઈકાલે સૌથી વધુ 28.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, રાજસ્થાનમાં લોકો સૌથી વધુ ઠંડીનો સામનો કરી રહ્યા છે, 12 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં તીવ્ર ઠંડી શરૂ થઈ ગઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

