ગુજરાત,
રાજ્યભરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરી આવ્યા છે. ત્યારે ગાંધીનગર, સુરેન્દ્રનગર, દાહોદ, ખેડામાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પડતર માગણીને લઇ માસ સી.એલ પર ઉતરી આવ્યા હતા. જેમાં ગાંધીનગરમાં 30000 જેટલા ટેકનીકલ કર્મચારીઓ અને સુરેન્દ્રનગરમાં અંદાજે 600 કર્મચારીઓ તો બીજી તરફ દાહોદમાં 1000થી વધુ કર્મચારીઓ અને 710 કર્મચારીઓ ધરણા પર ઉતર્યા હતા. જો કે આગામી સમયમાં યોગ્ય પગલા લેવામાં નહી આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ ના 1000 થી વધુ કર્મચારીઓ જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આરોગ્ય કર્મચારીઓ અને સબ સેન્ટરો પર ફરજ બજાવતા કર્મચારીઓ જોડાયા છે. આ કર્મચારીઓ પોતાની 13 માંગણીઓને લઈને અનેક વાર આંદોલનો કરી ચૂક્યા છે. ત્રીજા તબક્કામાં તમામ કર્મચારીઓ આજ રોજ માસ સીએલ પર ઉતરી જવાથી સમગ્ર દાહોદ જિલ્લામાં આરોગ્ય સેવાઓ બંધ થવા પામી છે.
જેથી આરોગ્ય કેન્દ્રો અને સેન્ટરો બંધ થવાથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કર્મચારીઓનું કહેવું છે કે, અમારી અવગણના કરી સરકાર હમારી સાથે અન્યાય કરી રહી છે. જો અમને ન્યાય નહિ મળે તો અમે વધુ ઉગ્ર કાર્યક્રમો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં કરીશું.
