Not Set/ જૂનાગઢ:બાંધકામની મંજુરી મળી હોવા છતા બાંધકામ શરૂ નહી,નાયબ મુખ્યમંત્રીને લેખીત રજૂઆત

જૂનાગઢ, જૂનાગઢના કેશોદમાં મંજુર થયેલ હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવા વ્યાપારી મહામંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 2016થી સામુહિક આરોગ્ય કેન્દ્ર કેશોદને 75 પથારીની સુવિધા ધરાવતી પેટા જીલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરી હયાત મકાનનું વિસ્તરણ કરવા મંજુરી આપવામાં આવી છે. જેને લઇ કેશોદ વ્યાપારી મંડળના મહામંત્રી દિલીપભાઈ લોઢીયાએ જણાવ્યુ હતુ કે બાંધકામની ટેન્ડરની […]

Top Stories Gujarat Others Videos

જૂનાગઢ,

જૂનાગઢના કેશોદમાં મંજુર થયેલ હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવા વ્યાપારી મહામંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 2016થી સામુહિક આરોગ્ય કેન્દ્ર કેશોદને 75 પથારીની સુવિધા ધરાવતી પેટા જીલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરી હયાત મકાનનું વિસ્તરણ કરવા મંજુરી આપવામાં આવી છે.

જેને લઇ કેશોદ વ્યાપારી મંડળના મહામંત્રી દિલીપભાઈ લોઢીયાએ જણાવ્યુ હતુ કે બાંધકામની ટેન્ડરની કામગીરી પણ પુર્ણ થઈ હોવા છતા બાંધકામ શરૂ કરવામાં આવેલ નથી.

આથી આ કામગીરીને બને તેટલી વહેલી તકે શરુ કરવામાં આવે તે માટે અમે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને લેખીત રજુઆત કરવામાં આવી છે. જેથી લોકોને આ આધુનિક સુવિધાનો લાભ મળી રહે.