Not Set/ કચ્છ સરહદ પાસેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો, પોલિસને હવાલે કરાયો  

મંતવ્ય ન્યૂઝ, છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તંગદીલી ફેલાયેલી છે તેમજ સરહદ પર બન્ને દેશ દ્વારા સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતાં પણ પાક તેની નાપાક હરકતો પ્રમાણે ભારતની સરહદમાં આતંકીઓ અને નાગરિકોની ઘૂષણઘોરી કરવા માટે જાણીતું છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતના સરહદી […]

Gujarat Others

મંતવ્ય ન્યૂઝ,

છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તંગદીલી ફેલાયેલી છે તેમજ સરહદ પર બન્ને દેશ દ્વારા સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતાં પણ પાક તેની નાપાક હરકતો પ્રમાણે ભારતની સરહદમાં આતંકીઓ અને નાગરિકોની ઘૂષણઘોરી કરવા માટે જાણીતું છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરદહ પાસેથી ભારતીય સુરક્ષા જવાનોએ એક પાકિસ્તાન ઘુસણખોરને ઝડપી લીધો છે. પીએસએફની 37 બટાલિયનના જવાનોએ પેટ્રોલીંગ દરમિયાન પીલર નંબર 110/2S પાસેથી ઘૂષણખોરને ઝડપી લીધો છે. પાકિસ્તાનના મીઠી થરપારકરના કાસબો ગામનો 22 વર્ષીય તગજી રાઉતુક વાલડીયા નામના યુવાને ઝડપી લઈને પૂછપરછ શરૂ કરી હતી. આ યુવાન ગુજરાતી ભાષા પણ જાણતો હોવાનું જાણવા મળે છે. બીએસએફના જવાનોએ ઘુસણખોર પાકિસ્તાનીને ઝડપી લઈને પોલીસને હવાલે કર્યો હતો.