Kutch News: કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને હાલે ઠેર ઠેર વિદ્યાર્થીઓ પૂરતા શિક્ષકો માટે માંગ કરી રહ્યા છે એ દરમિયાન દેશલપર(ગુંતલી)ની શાળાના જજરીત ઓરડાઓમાં પોપડા ખરેલા છે જેને લઈને વાલીઓ પણ શાળાઓના રૂમ નવા બંધાવવા માટેની માંગ પણ કરી રહ્યા છે. કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને હાલે ઠેર ઠેર વિદ્યાર્થીઓ પૂરતા શિક્ષકો માટે માંગ કરી રહ્યા છે એ દરમિયાન દેશલપર(ગુંતલી)ની શાળાના જજરીત ઓરડાઓમાં પોપડા ખરેલા છે જેને લઈને વાલીઓ પણ શાળાઓના રૂમ નવા બંધાવવા માટેની માંગ પણ કરી રહ્યા છે.
નખત્રાણા તાલુકાની દેશલપર (ગુંતલી)માં આવેલ શાળાના જર્જરીત ઓરડાઓ ક્યારે રીપેર થશે? છેલ્લા એક વર્ષ અગાઉ આ શાળા ના ઓરડાઓ વાપરવા લાયક નથી અને નવા બનાવવા માટેની માંગ ગામના સરપંચ કરી હતી પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પણ ઠોસ પગલાં લેવાયા ન હોવાનું પણ વાત જાણવા મળી રહી છે.
નારણભાઇ ચાવડાના મતે
નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામમાં આવેલ પ્રાથમિક ગ્રુપ શાળાના ઓરડા જર્જરીત હાલતમાં હોવાથી તેનું રિનોવેશન કરવા નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
જગદીશ દવે મુજબ વાલી અને ગામના જાગૃત નાગરિક
દેશલપર (ગુંતલી) ગામની પ્રાથમિક ગ્રુપ શાળાના ઓરડા જર્જરીત હાલતમાં છે તેમજ 2- 3 ઓરડા ઓ બહુ જ જર્જરીત છે. ઓરડાની બાજુમાં જ સ્કૂલનો મુખ્ય પ્રવેશ ગેટ આવેલ છે. જે કોઈ અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલા તેની બાજુમાં વૈકલ્પિક રૂપે અન્ય જગ્યાએ સ્કૂલ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સ્કૂલનું નવું બિલ્ડીંગ બનાવવા રજૂઆત કરાઈ છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં થોડા સમય પહેલા ભુજ તાલુકાના રતિયા ગામે સ્કૂલની ઘટના બની તેને જોતા દેશલપર (ગુંતલી) ગામની પ્રાથમિક ગૃપ શાળાના જર્જરતી ઓરડાઓ પર ધ્યાન આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે.
આ અંગે અબડાસા વિસ્તારના ધારાસભ્ય સાથે વાતચીત કરી હતી ત્યારે એમને જણાવ્યું હતું કે કચ્છ એક બહુ મોટો વિસ્તાર છે જેની અંદર ભૂકંપ પછીના જે બાંધકામ થયેલા છે તે બાંધકામો હવે કદાચ રીનોવેશન કે નવા બનાવવા જરૂરી હશે પરંતુ મોટી સંખ્યામાં આ બાંધકામ કરવાનું હોતા વારાફરતી બધા શાળાના ઓરડાઓનું સર્વે પણ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં જરૂર હશે ત્યાં આ રીપેરીંગ કે નવું બાંધકામ કરવામાં આવશે એવી વાત પણ એમને કરી હતી
બી.-એમ.વાઘેલા : પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી
તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક વિભાગ એમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે સમગ્ર કચ્છમાં જ્યારે સર્વે દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જ્યાં જર્જરીત બાંધકામ છે ત્યાં આગળ રીનોવેશન કરાવવું કે નવું બાંધકામ કરવું એ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે 500 વધુ શાળા નાં ઓરડાઓ જર્જરીત છે.
પ્રદ્યુમનસિંહ: શિક્ષણ સમિતિ મંજૂરીની કામગીરી કરે છે.
બાળકોની સુરક્ષા માટે નક્કર આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશલપર (ગુંતલી)ની શાળામાં છ જેટલા વર્ગખંડો આવેલા છે જેની અંદર ચાર વર્ગખંડો જર્જરીત હાલતમાં છે. ત્વરિત આ કામગીરી કરવામાં આવશે એવી પણ વાત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી હતી.
આમ મોટી સંખ્યામાં કચ્છની શાળાઓના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે ત્યારે સમય પર બાંધકામ થઈ જાય તો કોઈ અઘટિત ઘટનાઓથી બચી શકાય.
રોહિત પઢિયાર, મંતવ્ય ન્યૂઝ, ભુજ
આ પણ વાંચો:દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને HCનો ઝટકો
આ પણ વાંચો:મહેસાણા દૂધસાગર ડેરીનું ટર્નઓવર 7,594 કરોડ થયું
આ પણ વાંચો:પશુપાલકોના હિતમાં દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય, દૂધ ઉત્પાદકોના ભાવમાં કર્યો વધારો
