ગુજરાત/ સુરતની આ દુકાનોમાંથી કોકો પીઓ છો? તો થઈ જાવ સાવધાન, આ 8 દુકાનોના કોકો પાવડર અને કોર્ન ફ્લોરના નમુના થયા ફેઇલ

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જે સેમ્પલો લેવામાં આવ્યા હતા તેમાંથી 8 સેમ્પલો ધારા ધોરણ મુજબના માલુમ પડ્યા ન હતા એટલે કે, 8 સેમ્પલો હલકી ગુણવત્તાના હોવાનું સામે આવતા ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલો જે દુકાનના હતા તે દુકાનોમાંથી 15 કિલો કોકો પાવડર અને મિલ્ક પાવડરનો નાશ કરવામાં આવ્યો હતો.

Gujarat Surat

@અમિત રૂપાપરા  

સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતા ફૂડ વિક્રેતાઓ ઉપર ફૂડ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. ત્યારે ઉનાળાની સિઝનમાં લોકો ઠંડા પીણા અને તેમાં પણ ખાસ કરીને ચોકલેટ પાવડરમાંથી બનતી કોકો પીવાનું લોકો વધારે પસંદ કરતા હોય છે. એટલા માટે જ કેટલાક દુકાનદારો ઓછા ખર્ચે વધુ નફો રળવા માટે આ કોકોમાં પણ ભેળસેળ કરતા હોય છે અથવા તો હલકી ગુણવત્તાનો કોકો પાવડર ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતા હોય છે. ત્યારે સુરતના ફૂડ વિભાગ દ્વારા સુરત શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં આઈસ્ક્રીમ અને કોકોનું ઉત્પાદન સ્ટોરેજ તેમજ તેનું વેચાણ કરતી સંસ્થાઓ પર તપાસ કરવામાં આવી હતી અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કોકોની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતા પાવડર મિલ્ક પાવડર અને કોર્ન ફ્લોર પાવડરના કેટલાક નમૂના લેવામાં આવ્યા હતા.

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જે સેમ્પલો લેવામાં આવ્યા હતા તેમાંથી 8 સેમ્પલો ધારા ધોરણ મુજબના માલુમ પડ્યા ન હતા એટલે કે, 8 સેમ્પલો હલકી ગુણવત્તાના હોવાનું સામે આવતા ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલો જે દુકાનના હતા તે દુકાનોમાંથી 15 કિલો કોકો પાવડર અને મિલ્ક પાવડરનો નાશ કરવામાં આવ્યો હતો.

જે 8 દુકાનોના સેમ્પલ ફેલ થયા છે, તેમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં SMC વોર્ડ ઓફિસની સામે આવેલ કોમલ આઈસ્ક્રીમ અને જ્યુસ સેન્ટર, આ ઉપરાંત વરાછામાં ઇન્દિરા નગર પાસે આવેલ શ્રીનાથજી આઈસ્ક્રીમ, પાલ વિસ્તારમાં આવેલ શ્રીદેવ આઈસ્ક્રીમ અને ફાલુદા, વરાછા વિસ્તારમાં આવેલ જનતા આઈસ્ક્રીમ, મગોબ વિસ્તારમાં આવેલ મહાદેવ આઈસ્ક્રીમ, વરાછા રોડ ઇન્દિરા નગર ખાતે આવેલ સાવલિયા આઈસ્ક્રીમ, હીરાબાગ નજીક આવેલ શ્રીનાથજી અને અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ગોકુલમનો સમાવેશ થાય છે.

સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કોમલ આઈસ્ક્રીમ અને જ્યુસ સેન્ટર, વરાછા વિસ્તારમાં આવેલા શ્રીનાથ આઈસ્ક્રીમ, પાલમાં આવેલ શ્રીદેવ આઈસ્ક્રીમ, એ.કે. રોડ પર આવેલ જનતા આઈસ્ક્રીમ અને મગોબ ખાતે આવેલ મહાદેવ આઈસ્ક્રીમની દુકાનમાં કોકો પાવડરમાં કોકો બટરનું પ્રમાણ મિનિમમ 20% હોવું જોઈએ તે ધારા ધોરણ પ્રમાણે ઓછું જણાયું હતું.

આ ઉપરાંત ઇન્દિરા નગર વરાછા રોડ ખાતે આવેલ સાવલિયા આઈસ્ક્રીમ અને ઇન્દિરા નગરના શ્રીનાથ આઈસ્ક્રીમમાં મિલ્ક પાવડરમાં મિલ્ક પ્રોટીનનું પ્રમાણ મિનિમમ 34% હોવું જોઈએ તે પણ ધારાધારણ પ્રમાણે ઓછું હતું. આ ઉપરાંત અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ગોકુલમમાંથી જે કોર્ન ફ્લોરનું સેમ્પલ લેવામાં આવ્યું હતું તેમાં કોર્ન ફ્લોરમાં પ્રોટીન મિનિમમ 8% અને ફૂડફેટ મિનિમમ 3.1% હોવું જોઈએ તે ધારાધોરણ કરતાં ઓછું હતું. આમ આ આઠે આઠ દુકાનોમાંથી અંદાજિત 15 કિલો કોકો પાવડર અને મિલ્ક પાવડરનો પણ નાશ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને આ તમામ દુકાનદારો સામે આગામી દિવસોમાં કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:દુકાને જઈ રહેલ વૃદ્ધા પર દીપડાનો હુમલો, ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો:અમરેલીના દામનગર નજીક રખડતા શ્વાનના ટોળાએ 3 વર્ષના બાળકને ફાડી ખાધો