Video/ પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

પત્ની અને તેના પ્રેમીને કેફી પીણું પીવડાવી માર માર્યો,પરિવારજનો ડાન્સ કરતા રહ્યા…વાંચો સભ્ય સમાજની અરેરાટીભરી ઘટના

Gujarat Others
પત્ની

દાહોદ જીલ્લામાં સભ્ય સમાજ માટે શરમજનક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.પ્રેમી સાથે ભાગી ગયેલી પરણિતા અને તેના પ્રેમીને પતિએ પરિવારજનો સાથે મળી ઢોર માર માર્યો હતો.સૌથી શરમજનક વાત તો એ છે કે પતિ પોતાની પત્નીને ઢોર માર મારી રહ્યો હતો તે જ સમયે પરિવારના અન્ય સભ્યો ડાન્સ કરતા નજરે પડયા હતો.

ગોધરાના ફતેપુરા તાલુકામાં આવેલા મારગાળામાં પરિણીત મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જે બાદ મહિલા અને પ્રેમીને પકડી લાવીને તેના પતિ અને કુટુંબીજનોએ જાહેરમાં માર માર્યો હતો. તથા મહિલાના કપડા પણ ઉતારી નાખીને લોકોની સામે જ તેને જમીનમાં ઢસડી હતી. આ તાલીબાની સજાનો વીડિયો વાઈરલ થતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. હાલમાં પોલીસે 3થી 4 જેટલા લોકોને રાઉન્ડઅપ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

એક તરફ ટોળું મહિલા અને તેના પ્રેમી સાથે મારઝૂડ કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એક વ્યક્તિ તો નાચી રહી છે અને આ ઘટનાનો જાણે વિકૃત આનંદ માણી રહી હોય એમ વીડિયોમાં દેખાઇ રહ્યું છે. કેટલીક મહિલાઓ લાચાર બનીને દૂરથી તમાશો જોઈ રહી છે અને પોતે એક મહિલાને બચાવી પણ નથી શકતી. ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓની સામાજિક સ્થિતિ કેવી હશે એનો ક્યાસ કાઢી શકાય છે. બીજી એક વ્યક્તિ કેરબામાં કશુંક પ્રવાહી ભરીને ફરી રહી હોય એવું પણ લાગી રહ્યું છે. તે કારબામાંથી પ્રવાહી ભરીને પીવડાવી પણ રહી છે, ત્યારે તે પાણી છે કે કોઇ કેફી પીણું છે એ પણ પોલીસ માટે તપાસનો વિષય છે.

આ પહેલા પણ દાહોદમાંથી આવી તાલિબાની સજાના અનેક વીડિયો સામે આવ્યા છે. થોડા વર્ષો પહેલા પણ પ્રેમી પાસે જતી રહેલી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની એક યુવતીને તાલિબાની સજા આપી હતી. આ ઘટના સામે આવતાં ખભળાટ મચી ગયો હતો. પતિને યુવતીના ખભે બેસાડ્યા બાદ ગામમાં વરઘોડો કાઢવા સાથે પતિ અને દિયર દ્વારા જ તેને ગામલોકો વચ્ચે જ નિર્વસ્ત્ર પણ કરી દેવાઇ હતી.

આ પણ વાંચો:બોટાદ-ધંધુકા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના સ્થળે જ મોત

આ પણ વાંચો:રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા

આ પણ વાંચો:સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે માઠા સમાચાર, રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા અમેરિકાના જવેલર્સો નહીં ખરીદે

આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-… ભારત જ નહીં પાકિસ્તાનને પણ બનાવી દઈશું હિન્દુ રાષ્ટ્ર