ગમખ્વાર અકસ્માત/ બોટાદ-ધંધુકા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના સ્થળે જ મોત

બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે.

Top Stories Gujarat Others
અકસ્માત

ગુજરાત રાજ્યમાં સતત માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. અવારનવાર ટ્રક ચાલકો બેફામ ટ્રક ચલાવીને માસૂમ લોકોને અકસ્માતનો ભોગ બનાવતા હોય છે. ત્યારે આવામાં ફરી એકવાર ટ્રક ચાલકે એક કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના મોત થયા છે. જયારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર,બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બે લોકોને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને ધંધુકા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતાં ધંધુકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો:સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે માઠા સમાચાર, રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા અમેરિકાના જવેલર્સો નહીં ખરીદે

આ પણ વાંચો:અમદાવાદના હાટકેશ્વર બ્રિજ કેસ, જામીન રદ્દ થતાં કર્યું સરેન્ડર

આ પણ વાંચો:ખેડામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે

આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-… ભારત જ નહીં પાકિસ્તાનને પણ બનાવી દઈશું હિન્દુ રાષ્ટ્ર