TCS Corporate Jihad Case: મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી ભારતની દિગ્ગજ IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) હાલ વિવાદોના કેન્દ્રમાં છે. કંપનીના વરિષ્ઠ અધિકારીઓ પર મહિલા કર્મચારીઓએ ધર્મ પરિવર્તન માટે દબાણ અને જાતીય સતામણી જેવા અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલો ‘કોર્પોરેટ જેહાદ’ તરીકે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવતા કંપનીએ સાવચેતીના પગલે 150 કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ (WFH) પર મોકલી દીધા છે.
SIT દ્વારા આંતરિક તપાસ શરૂ
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને TCS મેનેજમેન્ટે દિલ્હીથી એક વિશેષ તપાસ ટીમ (SIT) નાસિક મોકલી છે. આ ટીમ અત્યારે કેમ્પસમાં પીડિત મહિલાઓ અને સ્ટાફના નિવેદનો નોંધી રહી છે. લેબર કમિશનરની ઓફિસના અધિકારીઓએ પણ કંપનીની મુલાકાત લઈને દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. મોટાભાગનો સ્ટાફ ઘરે હોવાથી અત્યારે પેપરવર્ક પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રીય મહિલા આયોગની એન્ટ્રી
આ મામલે હવે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) પણ સક્રિય થયું છે. મહિલા આયોગની એક વિશેષ ટીમ 18 એપ્રિલના રોજ નાસિક કેમ્પસની મુલાકાત લેશે. આ ટીમ પીડિત મહિલા કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરશે અને કંપનીમાં મહિલાઓની સુરક્ષા તેમજ કામકાજના વાતાવરણની સમીક્ષા કરશે.
માનસિક ત્રાસ અને પોલીસ કાર્યવાહી
પીડિત મહિલાઓનો આક્ષેપ છે કે તેમને ઓફિસમાં સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને ચોક્કસ ધર્મ અપનાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ મામલે પોલીસ ફરિયાદ (FIR) પણ નોંધવામાં આવી છે. પોલીસે આ કેસમાં કેટલાક શંકાસ્પદ અધિકારીઓની અટકાયત કરીને તેમની કડક પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમેરિકામાં TCS તપાસ હેઠળ! અમેરિકનોને નોકરીમાંથી કાઢી મૂકવાનો અને અમેરિકામાં H-1B કામદારોને રોકવાનો આરોપ
આ પણ વાંચો: TCS શેરધારકો માટે સારા સમાચાર, આ તારીખે 4150 રૂપિયામાં થશે બાયબેક
આ પણ વાંચો: નવા મહિનામાં બદલાશે TCS, ડીમેટ અને જન્મ પ્રમાણપત્ર સંબંધિત નિયમો જાણો તેના વિશે
