Gandhinagar News/ જમીનના કામ સંદર્ભે લાંચ લેનારા નાયબ મામલતદાર સહિત બે ઝડપાયા

18 હજારની લાંચ લેતા દહેગામના નાયબ મામલતદાર ACBની જાળમાં ફસાયા

Top Stories Gandhinagar Gujarat Breaking News
Beginners guide to 2025 03 27T160015.388 જમીનના કામ સંદર્ભે લાંચ લેનારા નાયબ મામલતદાર સહિત બે ઝડપાયા

Gandhinagar News : આ કેસની વિગત મુજબ ફરિયાદીની વેચાણ થયેલ ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરવા ગાંધીનગર પ્રાન્ત અધિકારીની કોર્ટ તથા ગાંધીનગરના કલેક્ટરની કોર્ટમાં આર.ટી.એસ. આપીલ દાખલ કરી હતી. જે અપીલના કાગળો ખોવાઇ ગયા હોવાથી પરત મેળવવા ફરિયાદીએ ઉપરોક્ત બન્ને જગ્યાએ અરજી કરી હતી.

દરમ્યાન તેઓનો સંપર્ક આ કામના બન્ને આરોપીઓ જહેગામ મામલતદાર કટેરીના નાયબ મામલતદાર પ્રવિણ એમ.પરમાર અને ટાઈપીંગ કરનાર(ખાનગી વ્યક્તિ) નિતેષ જે. રાજન સાથે થઈ હતી. બન્ને આરોપીઓએ નોંધો રદ કરી આપવાના અને અપીલના કાગળો મેળવી આપવાના અવેજ પેટે રૂ.૧૮,૦૦૦/- ની લાંચની માગણી કરી હતી.

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. જેને આધારે ACBએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જાળ બિછાવીને લાંચ લેતા પ્રવિણ પરમાર અને નિતેષ રાજનને ઝડપી લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વામીનારાયણના હરિભક્તના નિવેદનને લઈ સગર સમાજમાં રોષ, કલેકટરને આપ્યું આવેદન, ‘પ્રબોધ સ્વામીએ મહાકુંભમાં ગંગાના પ્રવાહને પવિત્રતા આપી’ તેમ કહ્યું હતું

આ પણ વાંચો: સ્વયંમ દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા અને કહ્યું…

આ પણ વાંચો: રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક વિવાદમાં, દ્વારિકાધીશ વિશે ટિપ્પણી કરતા ભક્તોમાં રોષ