Not Set/ સોલા સિવિલ હોસ્પિટલ/ ફ્યુમિગેશનથી દર્દીનું મોત, કોની બેદરકારી, જવાબદાર કોણ ..?

અમદાવાદમાં એસ.જી. હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પીટલમાં સ્ટાફની બેદરકારીને કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે. ગતરોજ પોસ્ટ ઓપરેટીવ વોર્ડમાં ફ્યુમિગેશનના દરમિયાન ફ્યુમિગેશન કેમિકલ વધારે પડી જતા હોસ્પીટલમાં અફરાતફરી મચી ગયી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વોર્ડને જંતુ મુક્ત કરવા માટે  વાપરવામાં આવતું કેમિકલ વધારે માત્રમાં પડી જતા દર્દી અને સ્ટાફ પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં એસ.જી. હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પીટલમાં સ્ટાફની બેદરકારીને કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે. ગતરોજ પોસ્ટ ઓપરેટીવ વોર્ડમાં ફ્યુમિગેશનના દરમિયાન ફ્યુમિગેશન કેમિકલ વધારે પડી જતા હોસ્પીટલમાં અફરાતફરી મચી ગયી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વોર્ડને જંતુ મુક્ત કરવા માટે  વાપરવામાં આવતું કેમિકલ વધારે માત્રમાં પડી જતા દર્દી અને સ્ટાફ પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો.

સોલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ ઓપરેટિવ વોર્ડને જંતુમુક્ત કરવા માટે કેમિકલ છાટવાંની પ્રક્રિયા દરમિયાન ફ્યુમિગેશન વધી જતાં વોર્ડમાં રહેલ દર્દીઓને અને ડોકટરો સહિત અન્ય સ્ટાફની આંખમાં બળતરા થવાની ઘટના સામે આવી હતી.

સ્ટાફ અને ડોક્ટર દર્દીને ભગવાન ના ભરોસે મૂકી વોર્ડની બહાર નીકળી ગયા હતા. પરંતુ દર્દીનું શું… ? આ ઘટનામાં બાદ વોર્ડમાંથી દર્દીને અન્ય શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ જેમાં એક દર્દીનું મોત નીપજ્યું  હતું. જયારે અન્ય બે દર્દીની હાલત હજુ પણ ગંભીર છે.

આ ઘટના અંગે સોલા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોધી છે અને કાર્યવાહી શરુ કરીછે. પરંતુ અહીં સવાલ એ છે કે, આટલી ગંભીર બાબત માટે જવાબદારી કોની..?

ફ્યુમિગેશન એ જંતુ નિયંત્રણની એક પદ્ધતિ છે. જે ગેસિયસ પેસ્ટિસાઇડ્સ અથવા ફ્યુમિગન્ટ્સ   જેતે વિસ્તારમાં છોડવામાં આવે તે ક્ષેત્રમાં જીવાતોને ગૂંગળવી નાખી ણે તેનો ખાત્મો કરે છે. અને જે તે વિસ્તાર ને સંપૂર્ણ જંતુ મુક્ત કરે છે. હોસ્પીટલમાં માઈક્રો બાયોલોજીકલ સફાઈના ભાગ રૂપે આ પ્રક્રિયા ઓપરેટીવ યુંનીતાને અન્ય સ્થાને વાપરવામાં આવે છે. જેથી તે જગ્યા માઈક્રો બાયોલોજીકલી સંપૂર્ણ જંતુ મુક્ત બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.